નવરાત્રિમાં છુટછાટને પગલે કચ્છમાં હેન્ડીક્રાફટના વેપારીઓમાં આશાનો સંચાર, હેન્ડીક્રાફ્ટ વસ્તુઓનું વેચાણ વધે તેવી આશા

Contact News Publisher

કોરોના મહામારીના પગલે સરકારે લગાવેલા કડક નિયમોથી અનેક વ્યવસાય પર તેની અસર પડી હતી. ખાસ કરીને નવરાત્રીની ઉજવણી સરકારે બંધ રાખતા હેન્ડ્રીક્રાફ્ટની ખરીદી ઘટી હતી. કચ્છી ચણીયાચોળીની કચ્છ સહિત ગુજરાતભરમાં ડીમાન્ડ રહેતી, ત્યારે ચાલુ વર્ષે સરકારે છુટછાટ આપતા વેપારીઓને સારા વેચાણની આશા છે.

કોરોના મહામારીના પગલે અનેક ધંધાઓ મુશ્કેલી વચ્ચે ટકી ગયા હતા. ખાસ કરીને નવરાત્રી દરમ્યાન કચ્છી ટ્રેડીશનના ચણીયાચોળી અને અન્ય કપડાઓની ભારે ડીમાન્ડ દર વર્ષે રહેતી, જોકે ગત વર્ષમાં નવરાત્રીની ઉજવણી જ રદ્દ કરતા વેપારીઓને મોટો આર્થીક ફટકો પડ્યો હતો. જોકે ચાલુ વર્ષે 100 ટકાથી ઉપર ધંધો થશે તેવી વેપારીઓને આશા છે. કચ્છી ભરત સાથે અરજખ બાટી પ્રિન્ટના કપડાઓની ચાલુ વર્ષે ડીમાન્ડ અને વેચાણની વેપારીઓને આશા છે. ખાસ કરીને બાળકોના કપડાનુ વેચાણ વધશે તેવું વેપારીઓ માની રહ્યા છે. અને સરકારે છુટછાટ આપતા ફરી વેપાર જીવંત બનશે. સામાન્ય દિવસોમાં કચ્છની બજારમાં લાખો રૂપીયાની ખરીદી નવરાત્રી ગરબા માટે થતી તો ઓનલાઇન ખરીદી પણ વધી છે.

કચ્છી ભરતકામ અને કાપડમાં તૈયાર થયેલા ચણીયાચોળી નવરાત્રી દરમ્યાન ભારે ડીમાન્ડમાં હોય છે. પરંતુ ન નવરાત્રી કે ન પ્રવાસીઓની છુટછાટ તેવામાં કચ્છના આ વેપાર ઉપર તેની મોટી અસર હતી. તેવામાં સરકારે નવરાત્રીની છુટ આપતા બે વર્ષમાં ગયેલા નુકશાનના વડતરની વેપારીઓને આશા છે. અને નવરાત્રી દરમ્યાન ગ્રાહકોની મોટી ભીડને આકર્ષવા માટે વેપારીઓ સજ્જ બન્યા છે.

10 thoughts on “નવરાત્રિમાં છુટછાટને પગલે કચ્છમાં હેન્ડીક્રાફટના વેપારીઓમાં આશાનો સંચાર, હેન્ડીક્રાફ્ટ વસ્તુઓનું વેચાણ વધે તેવી આશા

  1. Pingback: dk7
  2. Pingback: slot
  3. Pingback: buy cocaine online

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *