નર્મદા મુદ્દે મુખ્યમંત્રીને કચ્છનાં BJP ધારાસભ્યોએ કરી રજુઆત || લોકો કહે છે હવે નર્મદાની રાજનીતિ બંધ કરી સત્વરે કામ પૂર્ણ કરો

Contact News Publisher

કચ્છના ધારાસભ્યો એ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની શુભેચ્છા મુલાકાત લીધી ભુજ, મંગળ વાર આજ રોજ ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય ના નવ નિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની કચ્છના ધારાસભ્યો એ શુભેચ્છા મુલાકાત લીધી ત્યારે મુખ્યમંત્રીનું સન્માન કરી ખાસ કચ્છ ની મહત્વની નર્મદા કેનાલની રાજ્ય સરકારે જે રૂ.૩૪૭૫ કરોડની મંજૂરી આપેલ હતી તેની ત્વરિત વહીવટી મંજૂરી આપવાની રજુઆત કરી હતી. જેમાં કચ્છ ના ધારાસભ્યો માં પૂર્વ રાજ્યમંત્રી અને અંજાર ના ધારાસભ્ય વાસણભાઇ આહીર,ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી,અબડાસા ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજા અને માંડવી મુન્દ્રા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ સાથે મળી રજુઆત કરતા મુખ્યમંત્રી એ નર્મદા કેનાલ માટે સહર્ષ ખાત્રી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે સરકાર ની અવિરત ચાલતી વિકાસ ગાથામાં આપણું ગુજરાત વિકાસ ની દિશામાં એક નવી હરણફાળ ભરશે સાથે ત્વરિત નર્મદા કેનાલનું કામ ચાલુ થાય અને મા નર્મદા ના નીર માંડવી તાલુકા ના મોડકુંબા સુધી પહોંચશે એવી ખાત્રી આપી હતી.

જોકે કચ્છનાં લોકોનાં આ મુદ્દે અભિપ્રાય જાણવા maa news દ્વારા અમુક લોકોને વાત કરતાં કચ્છીમાડુઓએ એમ પણ ચર્ચા કરી હતી કે નર્મદા મુદ્દે રાજકારણ ઘણું થયું , હવે ખરેખર સાચા અર્થમાં કામ થાય અને કચ્છ જે ખેતી અને પશુપાલન આધારિત વિસ્તારમાં છે તો માત્ર વાતો કે વાયદા ન કરીને સત્વરે કામ પૂર્ણ થાય એ હવે સમયની માંગ છે.

Story By : જામ જયમલસિંહ એ.બી. જાડેજા

maa news live : Youtube / Dailyhunt /

Fb / instagram / Twitter / Telegram

9725206123 to 37  (15 cug number)

Whatsapp : 9428748643

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *