જો કંઈ કરવાની ખેવના છે તો દરેક ઘૂઘવતાં મોજાં નવી દિશાએ લઈ જવાનો માર્ગ બનશે || વાત છે અદાણી પોર્ટનાં એક ઓપરેટરની

Contact News Publisher

ખોબા જેવડા મોરઝરનો યુવાન અદાણી પોર્ટની કરોડરજજુ સમાન ક્રેઇનનો મહત્વનો મણકો: 

ગામ અને પોર્ટનું નામ રોશન કરી ડઝનેક યુવાનોને આ દિશામાં તાલીમ અપાવી પગભર કરવાનો પ્રયત્ન કર્યો છે: 

જો કંઈ કરવાની ખેવના છે તો દરેક ઘૂઘવતાં મોજાં નવી દિશાએ લઈ જવાનો માર્ગ બનશે || વાત છે અદાણી પોર્ટનાં એક ઓપરેટરની

રોજગારી સાથે ઉચ્ચ અભ્યાસને કોઈ જ સબંધ નથી. ધોરણ-૧૦ સુધી ભણેલા હો અને કૌશલ હોય તો પરિવારનું પાલન-પોષણ કરી શકાય છે. આવું જ કાર્ય નખત્રાણા તાલુકાનાં નાના સરખા મોરઝર ગામના યુવાને મુંદરા અદાણી પોર્ટમાં મહાકાય ક્રેઇન ચલાવી ગામ, પરિવાર અને પોર્ટનું નામ રોશન કર્યું છે એટલું જ નહીં મોરઝરના ડઝન જેટલા યુવાનોને આ દિશામાં તાલીમ આપી પગભર કરવાનો પ્રયત્ન કર્યો છે. 

જ્યારથી કચ્છમાં અદાણી પોર્ટનું આગમન થયું છે. ત્યારથી કૌશલવર્ધક રોજગારીની નવી તકો શરૂ થઈ છે. ખાસ કરીને ક્રેઇન ઓપરેટિંગનું કાર્ય મહત્વનુ છે, કેમ કે, ક્રેઇન પોર્ટની કરોડરજ્જુ ગણાય છે. કરોડરજ્જુના મણકા મજબુત હોય તો જ પોર્ટ ઝડપથી પ્રગતિ કરે છે. મોરઝરના ૨૭ વર્ષના યુવાન તુષાર ગઢવી પોર્ટમાં ક્રેઇન માટે મહત્વના મણકા સમાન છે. જે પોતાની સુંદર કામગીરી કરી ૭ વર્ષમાં આધુનિક ક્યુસી ક્રેઇન ચલાવવાની હથોટી કેળવી લીધી છે.

તુષાર ગઢવી કહ્યુ કે ” પરિવારની આર્થિક તંગીને કારણે તેણે માંડ ધોરણ ૧૦ સુધી અભ્યાસ કર્યો. ઉછી-પૂછીના લઈ આઈ.ટી.આઈ. કર્યું. અખબારમાં ક્રેઇન ઓપરેટરના વ્યવસાય વિષે વાંચ્યું. અદાણી ફાઉંડેશન દ્વારા ક્રેઇન ઓપરેટરની તાલીમ લીધી. અને ૨૦ વર્ષે અદાણી પોર્ટમાં ક્રેઇન ઓપરેટરની નોકરી મળી ગઈ. અને ખંતથી કામ કરી ઍક જ કલાકમાં ૪૭ ક્ંટેનર માલ લોડીંગ અપલોડીંગ કરવાની ક્ષમતા કેળવી લીધી. મારા પરિવારને સંપૂર્ણ ટેકો પૂરો પાડી શકવાની સાથે સાથે મારુ નામ અમારા સમુદાયમાં જાણીતુ બન્યુ છે. “

        પોર્ટના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રક્ષિત શાહે પણ તેમની પીઠ થાબડી સન્માન કર્યું હતું અને યુવાનો માટે રોજગારી ક્ષેત્રે પ્રેરણારૂપ બનવા જણાવ્યુ હતું. પ્રતિભાવમાં તુષાર ગઢવીએ કહ્યું કે, અદાણી પોર્ટ તેના પરિવાર માટે સંકટ સમયની સાંકળ બન્યું. પોર્ટમાં હાલે ૩૦૦ ઉપર ક્રેઇન ઓપરેટર રોજગારી રળે છે. તેમાં તુષાર શ્રેષ્ઠ ઓપરેટર પૈકી એક છે, તેમને સેફ્ટીના પ્રમાણપત્રો પણ મળ્યા છે. 

        અદાણી ફાઉન્ડેશન તેની વિવિધ પ્રવૃત્તિઓ મારફતે કૌશલ્ય પ્રાપ્ત કરીને યુવાનો સારી આજીવિકા મેળવી શકે  તેવી પ્રવૃત્તિ કરીને લોકોના જીવનને સ્પર્શી રહી છે. આ રીતે તેમની ઉત્પાદકતામાં તો વધારો થાય છે જ પણ સાથે સાથે રાષ્ટ્રીય વિકાસ અને વૃધ્ધિમાં પણ યોગદાન મળે છે. 

અંતમાં આપણી આસપાસ અનેક સંઘર્ષનાં ઘૂઘવતાં દરિયા આપણે ક્ષણે ક્ષણ પડકાર આપી રહ્યા છે , ત્યારે કોલંબસની જેમ અમેરિકા શોધવું છે ?  તુષારની જેમ બાવડાનાં જોરે કંઈક કરી બતાવું છે ? કે પછી માત્ર માથે હાથ દઈને રોહ્યા કરવું છે ? પસંદગી આપની – પસંદગી આપણી છે.

Story By : જામ જયમલસિંહ એ.બી. જાડેજા

maa news live : Youtube / Dailyhunt /

Fb / instagram / Twitter / Telegram

9725206123 to 37  (15 cug number)

Whatsapp : 9428748643

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News