ફરીવાર ભૂકંપથી કચ્છની ધરા ધ્રૂજી ઉઠી, રિક્ટર સ્કેલ પર 3.7ની તીવ્રતા નોંધાઇ

Contact News Publisher

ગુજરાતમાં અવાર-નવાર ભૂકંપના આંચકા અનુભવાય છે. આ દરમિયાન આજે બપોરે 1 કલાક અને 36 મિનિટે કચ્છના ખાવડામાં 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. પ્રાથમિક વિગતો મુજબ બપોરના સમયે આવેલ આંચકાને લઈ સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જોકે રાહતની વાત તો એ છે કે, હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.

કચ્છની ધરા ફરી એકવાર ભૂકંપના આંચકાથી ધ્રુજી ઉઠી છે. આજે બપોરના સમયે કચ્છ જિલ્લાના ખાવડામાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર આ આંચકાની  તીવ્રતા 3.7 નોંધાઈ છે. વિગતો મુજબ કચ્છના ખાવડાથી 30 કિમી દૂર આ ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું. 7.9 રિક્ટર સ્કેલ પર ભૂકંપ આવવા પર બિલ્ડીંગો ધરાશાયી થઇ જાય છે. ત્યારે 2.9 રિક્ટર સ્કેલ ભૂકંપ આવવા પર સામાન્ય ધ્રૂજારી થાય છે. જ્યારે 9ની તીવ્રતા પર તબાહી મચી જાય છે. આપણે બતાવીએ ભૂકંપની કેટલી તીવ્રતા આવાથી શું થઇ શકે અને તેની અસર કેવી થાય.