સુરતમાં પરિણીત યુવાનને હનિટ્રેપમાં ફસાવનાર ગેંગનો એક આરોપી ઝડપાયો

Contact News Publisher

સુરતમાં હનિટ્રેપના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ઈન્ટરનેટ થકી યુવકોને સુંવાળા સંબંધોની લાલચ આપીને ફસાવવાનું શરૂ થયું છે. જેમાં એક પરિણીત યુવાન ફસાઈ ગયો હતો. યુવાને પોતાની આબરૂને અકબંધ રાખવા માટે 4 લાખની માગ કરી હતી. જેમાં 3.50 લાખ રૂપિયા યુવકે ગુમાવ્યાં હતાં. આખરે સમગ્ર મામલે ગેંગનો એક સભ્ય પકડાઈ ગયો છ

વરાછાના વેપારીને હનિટ્રેપનો શિકાર બનાવવામાં આવ્યો હતો. સ્કોકા. ઇન નામની વેબસાઇટ થકી પરિણીત યુવાનને હનિટ્રેપમાં ફસાવવામાં આવ્યો હતો. શરીર સંબંધ બાંધવા બોલાવી વીડિયો બનાવી બ્લેક મેઇલ કર્યો હતો. યુવક જેવો બેડરૂમમાં ગયો કે થોડીવારમાં જ બે યુવાન ઘસી આવ્યાં હતાં. જેમણે ડી-સ્ટાફ તરીકેની ઓળખ આપી વીડિયો ઉતાર્યો હતો. પરિણીત યુવકને બ્લેકમેઈલ કરાયો હતો. જેમાં 4 લાખની માંગણી કરવામાં આવી હતી. અંતે 3.50 લાખ રૂપિયા પડાવવામાં આવ્યાં હતાં. સમગ્ર ખેલ અમરોલીના ઋતુરાજ એપાર્ટમેન્ટમાં થયો હતો. જેથી ફરિયાદના આધારે અમરોલી પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. હાલ બે મહિલા સહિત ચારને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં છે.