ભાગીને લગ્ન કરનાર ક્યારેક પોતાનો ભવ પણ બગાડી નાંખે છે!

Featured Video Play Icon
Contact News Publisher

ભાગીને લગ્ન કરનાર છોકરી પોતાની સાથે પોતાનાં મા બાપનો ક્યારેક ભવ પણ બગાડી નાંખે છે! વર્તમાન સમયનાં મુદ્દે મોગલકુળ બાપુએ સરસ ચર્ચા કરેલ છે…

ભાગીને લગ્ન કરવા યોગ્ય નથી, કારણકે પ્રેમ એ આંધળો છે. અમુક વયે પ્રેમ થઈ જાય છે એ તો સ્વાભાવિક છે પરંતુ પ્રેમની સાથે યોગ્ય પાત્ર, સાથી કે સંગિની પસંદગી કરો. ફક્ત લગ્નજીવન એ ચાર દિવસના ચાંદરડા જેવું નથી, પરંતુ જિંદગીની અંતિમ પળ સુધીનો સાથ નિભાવવાનો છે.
જેમ કે ઘણી વખત ભાગીને લગ્ન કરવાથી સ્ત્રીને તેના પિયર પક્ષ સંબંધનો દોર તોડી નાખતા હોય છે .
ભાગીને આવેલી વહુને પણ સ્વીકારતાં સાસરિયાઓને સમય લાગે છે. પિયર એ તો દરેક સ્ત્રીની સહિયર છે જે સુખ-દુઃખની સાથી છે, પરંતુ ભાગીને લગ્ન બાદ પિયરથી નાતો તૂટી જાય છે.
સ્ત્રી માટે આ બધું સ્વીકારવું ખૂબ કપરું બની જાય છે. એ નથી કહી શકતી અને નથી સહી શકતી. માટે જીવનસાથીની પસંદગી વેળાએ યોગ્ય પાત્ર (પ્રેમ હોય કે એરેંજ મેરેજ હોય) યોગ્ય રીતે મેળવીને માતાપિતાને મિત્રો બનાવીને દરેક વાત તેમને સાથે લઈને કહો. જેથી જિંદગીમાં પસ્તાવાનો વારો ન આવે.
આ પેચીદા મુદ્દે કચ્છનાં ભચાઉ પાસે આવેલ કબરાઉ મધ્યે બિરાજમાન આઈ મોગલ વડવારી , મણીધર મોગલ – મોગલધામનાં મોગલકુળ, ચારણ ઋષિ બાપુએ સરસ પ્રકાશ ફેંક્યો છે.
જુઓ વીડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News