કચ્છને ભૂપેન્દ્ર પટેલ સરકારની મોટી ભેટ: નર્મદાનું પાણી પહોંચાડવા રૂ.4369 કરોડના કામ મંજૂર

Contact News Publisher

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સરહદી જિલ્લા કચ્છ માટે નર્મદાના વધારાના 1 મિલિયન એકર ફીટ પાણીના ઉપયોગ માટે ફેઝ-1નાં કામો માટે રૂપિયા 4369 કરોડનાં કામો મંજૂર કર્યા છે. નર્મદાના પૂરના વહી જતા વધારાના પાણીનો આ એક મિલિયન એકર ફીટ પાણીનો જથ્થો કચ્છ પ્રદેશ માટે ફાળવવામાં આવેલો છે. આ વધારાના પાણીનાં ઉપયોગ માટે કુલ 337.98 કિલોમીટરની લંબાઇની પાઇપ લાઇન દ્વારા લિંકનું આયોજન કરાયું છે.

આ કામો હાથ ધરાવાના પરિણામે કચ્છનાં મુન્દ્રા, અંજાર, માંડવી, રાપર, ભુજ અને નખત્રાણા એમ છ તાલુકાના 77 ગામોને સિંચાઈ સુવિધા મળતી થશે. એટલું જ નહીં પરંતુ અંદાજે 2 લાખ 81 હજાર એકર વિસ્તારમાં આ નર્મદા જળથી સિંચાઈ થઈ શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *