ગૌશાળાઓ અને પાંજરાપોળોને પશુ દીઠ રૂ.૭૦ કાયમી સબસીડી આપવા માંગ કરાઈ 

Contact News Publisher

અજરામર ટ્રસ્ટ–ભુજ દ્વારા ગૌશાળાઓ અને પાંજરાપોળોને પશુ દીઠ રૂ.૭૦ કાયમી સબસીડી આપવા માંગ કરાઈ 

 ગુજરાત રાજ્ય એ માનવીય સંવેદનાસભર અને જીવદયાના ક્ષેત્રે અન્ય રાજ્યોની તુલનામાં અલગ ઓળખ ધરાવતો પ્રદેશ છે અને તેના લીધે રાજ્યમા ગૌધન અને ગૌવંશના આશ્રય સ્થાન સમાન પાંજરાપોળો અને ગૌશાળાઓમાં લાખોની સંખ્યામાં પશુધનનો નીભાવ નિસ્વાર્થભાવે અને સેવાના ભાવ સાથે કરવામાં આવી રહ્યો છે. વિશાળ પશુધન ધરાવતા કચ્છ જિલ્લામાં પણ જીવદયાનું આ ઉત્તમ કાર્ય સેવાભાવી કાર્યકરોના  તન મન અને ઉદાર દિલ દાતાઓના ધનના સહયોગથી સુંદર રીતે થઇ રહ્યું છે.

કચ્છના ગામેગામ ગૌસેવા માટે કામ કરતી સંસ્થાઓને જે તે ગામના સુખી અને સમૃદ્ધ દાતાઓ આ કાર્ય માટે અનુદાન આપી સહયોગી બનતા હોય છે. પરંતુ છેલ્લા બે વર્ષ થયા વિશ્વ વ્યાપી કોરોનાની મહામારીને કારણે લોકોના વેપાર અને વ્યવસાયને ખૂબ જ માઠી અસર થતા સખાવત પર ચાલતી જીવદયા સંસ્થાઓને ખૂબ જ વિકટ પરીસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. અધુરામાં પૂરું ગત વરસના અપૂરતા વરસાદને લીધે ઘાસચારા સહિતનો પશુ આહાર મોંઘો થતા ઊંચા ભાવો ચૂકવવા પડી રહ્યા છે. આવી પરીસ્થીતીમાં રાજ્ય સરકાર ગુજરાતની પાંજરાપોળો અને ગૌશાળાઓને  પશુધન નીભાવ અર્થે કાયમી સબસીડી આપે તેવી રજૂઆત અજરામર ટ્રસ્ટ ભુજના મંત્રી મયુર બોરીચાએ મુખ્યમંત્રીને કરી છે

    સેવાકીય પ્રવૃત્તિ સાથે જીવદયાના ક્ષેત્રે ૨૩ વર્ષથી કાર્યરત સંસ્થા અજરામર ટ્રસ્ટ-ભુજ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને વર્તમાન સમયમાં કચ્છ જીલ્લામાં કાર્ય કરતી પાંજરાપોળો અને ગૌશાળાઓમાં  પશુંધનને નીભાવવામાં પડતી તકલીફ નિવારવા આગામી સમયે રજુ થનાર અંદાજ પત્રમાં અનુદાન રૂપે કાયમી સબસીડી રૂપે રૂ. ૭૦ આપવાની જાહેરાત કરવામાં આવે તેવો અનુરોધ કર્યો છે   રાજ્યના સરહદી એવા કચ્છ જિલ્લામાં માનવ કરતા પશુ ધન વધુ છે. અને છેવાડાનો આ જિલ્લો તેની આગવી સંસ્કૃતિની સાથે સાથે ગૌ અને ગૌવંશની સેવા સુશ્રુષા માટે પણ જાણીતો છે. કાયમી સબસીડી પશુ દીઠ રૂ.૭૦ મંજુર કરવાની સાથે સાથે સંસ્થાના સંચાલન માટે પણ અલગથી અનુદાન મંજુર કરવા વિનંતી કરવામાં આવી છે. 

     જીવદયાના ઉમદા અભિગમ સાથે કાર્ય કરતીરાજ્યની પાંજરાપોળો અને ગૌશાળાઓને તાત્કાલિક ધોરણે કાયમી સબસીડી મંજુર કરવા અજરામર ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ અનુરોધ કર્યો છે. 

સૌજન્ય : મયુરભાઈ બોરીચા – મંત્રી

અહેવાલ :

માઁ આશાપુરા ન્યુઝ, (maa news)

કચ્છ.

9428748643 / 9725206123

9 thoughts on “ગૌશાળાઓ અને પાંજરાપોળોને પશુ દીઠ રૂ.૭૦ કાયમી સબસીડી આપવા માંગ કરાઈ 

  1. Pingback: camlock coupling
  2. Pingback: superkaya88
  3. Pingback: spin 238
  4. Pingback: buy cocaine online

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *