હવે નવું આવ્યું / કચ્છમાં નર્મદાનું ડી – માર્કેશન થયું જ નથી !

Contact News Publisher

कच्छ जल – पर्यावरण विकास संघ
નો ગુજરાતનાં મુખ્યમંત્રીને પત્ર

માનનીય મુખ્યમંત્રીશ્રી,
ગુજરાત સરકાર,
તા. ૧૯/૦૧/૨૦૨૨
ગાંધીનગર.

વિષય સરહદી કચ્છ જિલ્લા માટેના સિંચાઈ હેતુના ૧ મિલીયન એકર ફીટ પાણી પહોંચાડવા લીન્ક કેનાલને વહીવટી મંજુરી આપવા બદલ ખુબ ખુબ અભિનંદન અંગે તથા

(૧) સિંચાઈના ૧ મિલીયન એકર ફુટ પાણીના વહન માટે ૨૦૧૧ ની સાલમાં સર્વે એજન્સી “મલ્ટીમેન્ટેક ઈન્ટરનેશનલ પ્રા.લી. ધ્વારા સર્વે થયેલ છે. જેનું આજદિન સુધી ૧૧–૧૧ વર્ષથી ડી – માર્કેશન જ કરેલ નથી તો યુધ્ધના ધોરણે ડી – માર્કેશન કરવા આદેશ કરવા અંગે.

(૨) મલ્ટીમેન્ટેક ઈ. પ્રા.લી. કંપનીએ ૨૦૧૧ ની સાલમાં સર્વે કરેલ ત્યારે ખુલ્લી કેનાલ અને પાઈપલાઈન નિશ્ચિત થયેલ જે હવે તમામ પાઈપલાઈનમાં પરિવર્તિત કરતાં પહેલાંના સર્વે મુજબ જ પાણીના જથ્થાની ક્ષમતા જળવાઈ રહે તે અંગે.

(૩) પાઈપ લાઈનોનું કામ શરૂ કરતાં પહેલાં પંપીંગ સ્ટેશનોની નવેસરથી ડીઝાઈનો નકકી કરી પ્રથમ પંપીંગ સ્ટેશનોનું કામ શરૂ કરી તેની ડીઝાઈન અને હાઈટ પ્રમાણે બંનેનું સાથે સાથે કામ શરૂ કરવા અંગે.

સાદર નમસ્કાર,

વંદેમાતરમ સહ જણાવવાનું કે આપશ્રીની ગતિશીલ સરકાર ધ્વારા ૧૨૧ દિવસની આપની કામગીરીમાં કચ્છ જિલ્લાના વર્ષો જુના નર્મદાના સિંચાઈ હેતુના વધારાના ૧ મિલીયન એકર ફુટ પાણીના વહન માટેના અટકી રહેલાં લીન્ક કેનાલો માટેની વહીવટી મંજુરી આપેલ છે. તે બદલે આપશ્રીની સરકાશ્રીની ઈચ્છાશકિતને વંદન સહ અભિનંદન.

(૧) ૨૦૧૧ ની સાલમાં સરદાર સરોવર નિગમે આ સરહદી કચ્છની ૧ મિલીયન એકર ફુટ પાણીના વહન માટે મલ્ટીમેન્ટેક ઈન્ટરનેશનલ પ્રા.લી. કંપનીને આશરે ૩.૫૦ કરોડની આસપાસની ૨કમથી સર્વે માટે કોન્ટ્રાકટ અપાયેલ પરંતુ દુઃખ સાથે જણાવવાનું સર્વે પછી ડી–માર્ગેશનનું કામ હજુ આજ સુધી થયેલ નથી. જે અંગે અમોએ મુખ્યમંત્રીશ્રી ગુજરાત સરકારને તા. ૩૧/૧૨/૨૦૧૮ ના પત્રથી જાણ પણ કરેલ આમ છતાં હજુ સુધી ડી – માર્કેશનનું કામ જ થયેલ નથી અને તેમની પ૦ લાખની ડીપોઝીટ પણ હજુ જપ્ત પડેલ છે. તો સત્વરે ડી – માર્કેન થાય તો જ પાઈપ લાઈન કર્યાંથી કર્યાં જશે તેની સાચી વાસ્તવીકતા જાણી શકાય. તો આ દોષિત સર્વે એજન્સીને તેમના અધુરાં કાર્ય યુધ્ધના ધોરણે પુરા કરવા આદેશ કરવામાં આવે અને આવા અધુરા કામો કરવાની માનસિકતા ધરાવતી કંપની ૧૧-૧૧ વર્ષથી પુરા કામ કરતી નથી તો આવી કંપનીની કામની ગુણવત્તા ઉપર બાજ નજર રાખવા નમ્ર વિનંતી.

(૨) ૨૦૧૧ ની સાલમાં જે મલ્ટીમેન્ટેક ઇન્ટરનેશનલ પ્રા.લી. કંપનીએ જે પ્રમાણે ડીઝાઈન બનાવેલ છે. જેમાં પાઈપલાઈન અને ખુલ્લી કેનાલ બંનેની જોગવાઈ હતી પરંતુ હવે સમગ્ર યોજનામાં તમામ લીક લાઈનોને પાઈપલાઈનોમાં ટ્રાન્સફર કરવાનો સરકારશ્રીએ નિર્ણય લીધેલ છે. જેથી પંપીંગ સ્ટેશનો અને પાઈપલાઈનની સંખ્યા તથા તેના વ્યાસમાં ઘણો મોટો તફાવત આવશે. તો ૨૦૧૧ માં જે પ્રમાણે સર્વે થયેલ છે તે મુજબ જ પાણીની વહનક્ષમતા જળવાઇ રહે તે પ્રમાણે પાઈપલાઈનોના વ્યાસ પાઈપોની સંખ્યાનો શમાવેશ કરવામાં આવે જેથી આટલો મોટો જથ્થો પાણીનો જે તે સ્થાને યોગ્ય રીતે પહોંચાડી શકાય.

(૩) ડી – માર્કેશનનું કામ સત્વરે પુરૂ થયા બાદ સૌ પ્રથમ પંપીંગ સ્ટેશનોની ડીઝાઈનો રીવાઈઝ કરીને નવેસરથી ડીઝાઈનો નકકી કરીને તેની હાઈટ મુજબ પાઈપલાઈનોનું સાથે સાથે કામ શરૂ થાય તે અતિ જરૂરી છે. કારણ કે જયાં જયાં પંપીંગ સ્ટેશનો આવે છે તે પંપીંગ સ્ટેશનો ઉભા કરવા ખુબ જ સમય માંગી લે છે અને તેમાં ૨–૩ વર્ષ જેટલો સમય જાય તેમ હોઈ પ્રથમ પંપીગ સ્ટેશનોના કામ સત્વરે શરૂ કરવામાં આવે તો આપશ્રીની ઈચ્છાશકિત મુજબ યોગ્ય સમય ગાળામાં આ કામ પુર્ણ કરી શકાય અને ફેઝર નું કામ પણ આગળ વધી શકે.

તો ઉપરોકત બાબતે યોગ્ય ઘટતું થવા વિનંતી.

આભાર સહ.

આપનો વિશ્વાસુ

શિવ ભીમજીભાઈ ઠાકરાણી) કન્વીનર કચ્છ જલ-પર્યાવરણ વિકાસ સંઘ

નકલ સવિનય સાદર રવાના પ્રતિઃ (૧) સિંચાઈ મંત્રીશ્રી, ગુજરાત સરકાર

મા. મુખ્ય ઈજનેરશ્રી અને નાયબ અધિક સચિવશ્રી, સિંચાઈ વિભાગ, ગાંધીનગર.

(3) શ્રી સી.આર. પાટીલ, પ્રદેશ પ્રમુખશ્રી, ભા.જ.પા.

(૪) કલેકટરશ્રી, કચ્છ જિલ્લા

(૫) અધિક્ષક ઈજનેરશ્રી, કચ્છ સિંચાઈ વર્તુળ, ભુજ કચ્છ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News