શું આપનાં ઘરમાં બાળક મોબાઈલ જોતાં જોતાં જમે છે ? જો હા ,તો થઈ જાવ સાવધાન !

Contact News Publisher

ઘણીવાર આપણે નાની નાની વાતને ગંભીરતાથી ન લઈને, મોટી ગંભીર ભૂલ કરી લેતાં હોઈએ છીએ.
આજે ભારતમાં એવું એક ઘર કદાચ નહીં હોય, જ્યાં ઘરદીઠ એક મોબાઈલ ન હોય, આજે ભારતમાં એવાં ઘર ભાગ્યેજ નહીં હોય ,જ્યાં વ્યક્તિ દીઠ એક મોબાઈલ ન હોય.
આજે સવારથી રાત્રે સૂતા સુધી ,મોબાઈલ એક અભિન્ન અંગ બની ગયો છે આપણાં સૌનો.
બે પાસાં હોય છે દરેક બાબતના , ઓશો કહેતાં : અતિ અમૃત ભી જહર હૈ , એવી જ રીતે કોઈ પણ આદત જો વ્યસન બની જાય તો ગંભીર છે.
વ્યક્તિ દીઠ ઘરમાં મોબાઈલ હોય એ ગંભીર છે, પણ હદ તો ત્યારે થાય છે કે પરિવારનાં દરેક સભ્યોનો મોબાઈલ, વારાફરતે ઘરનું નાનું બાળક વાપરતું થઈ જાય છે !
કેટલું જોખમી છે બાળકનું નાનપણથી જ મોબાઈલનો ઉપયોગ કરવું ?
ચોંકી જશો આપ,
બાળકને મોબાઈલ જોતાં જમવાની આદત છે તો સાવધાન!
આજનાં સમયમાં મા બાપ કે ઘરનાં વડીલો પાસે, એટલો સમય નથી રહ્યો કે તે બાળક પાછળ દોડીને , કે એને લાડ લડાવી એક એક કોળિયો બાળકને આપે ,
આજે માઁ બાપ કે વડીલોનાં પ્રેમ અને લાડની જગ્યા, હવે મોબાઈલ ફોને લઈ લીધી છે.
બાળકને મોબાઈલ આપી દો, એટલે બાળક હેરાન કર્યા વગર જમી લેશે!
પણ શું આપ જાણો છો એ આ કેટલું જોખમી છે ?
જમતી વખતે બાળક મોબાઈલ જુએ છે , એ આદત કેટલી ખતરનાક સાબિત થઈ શકે છે?
આજકાલની ભાગદોડ અને કંઈક બનવાની ઘેલછામાં દોડતાં, માતા પિતા પોતાનાં સંતાનો કરતાં ,પોતાનાં કેરિયરને વધુ મહત્વ આપતાં થઈ ગયા છે !
બાળક માટે પણ સમય જતાં માતા પિતા કરતાં, મોબાઈલ મહત્વનો બની જાય છે , આજ નહીં તો કાલ બાળક માટે મોબાઈલ વધુ મહત્વનો બની જશે , મા બાપની તુલનાએ!
પહેલા ઘરનાં વડીલો બાળકને લાડ લડાવી , વાર્તાઓ સંભળાવી જમાડતાં , હવે દાદા દાદી , નાના નાની , અને માતા પિતાનું સ્થાન મોબાઈલ ફોને લઈ લીધું છે , ત્યારે સ્વાભાવિક છે બાળક માટે પણ મોબાઈલ જ સર્વસ્વ બની જવાનો!
આજે ફોનમાં બાળક એટલા વ્યસ્ત થઈ જાય છે ,કે તેમને ભાન પણ નથી રહેતું કે શું પીરસાયું છે ? અને તે શું જમી રહ્યો છે ?
મનોચિકિત્સકનું કહેવું છે કે નાનપણથી જ મોબાઈલનો ઉપયોગ કરતાં બાળકોનો માનસિક વિકાસ અટકી જાય છે.
જમતી વખતે મોબાઈલનો ઉપયોગ કરતાં બાળકોને, ઘણી ગંભીર અસરો થાય છે , જે પૈકી –
મૂંગા મોઢે બાળક ભોજન કરતું હોવાથી ,તેની બોલવાની ક્ષમતા પ્રભાવિત થાય છે.
મનમાં ઉદભવતા સવાલોના જવાબ ન મળવાથી, તેની ઉત્સુકતા ઓછી થઈ જાય છે.
આંખમાંથી પાણી નીકળે છે, દૃષ્ટિ નબળી પડે છે.
મોબાઈલ જોવાના ચક્કરમાં બાળકો ક્યારેક વધારે ખાઈ લે છે, અથવા ભૂખ કરતાં ઓછું ખાતા હોય છે
ભોજન કરતાં સમયે મોબાઈલના ઉપયોગથી, તેમને ભોજનની ઓળખ જ નથી રહેતી.
મોબાઈલમાં વ્યસ્ત હોવાને કારણે યાદશક્તિ નબળી પડવા લાગે છે.
મોબાઈલમાં વીડિયો જોવાને કરણે બાળકોમાં તર્કશક્તિ ઓછી થવા લાગે છે.
બાળકોને મોબાઈલની લત લાગી જાય છે, તેનાં પર પછી કન્ટ્રોલ કરી શકાતો નથી, અને પછી સમય જતાં જો વડીલો દ્વારા બાળકોને મોબાઈલ ન ઉપયોગમાં લેવા દબાણ કે સમજાવવામાં આવે છે તો બાળક વિદ્રોહ કરવા લાગે છે.
મોબાઈલ ન મળે તો બાળક ચીડિયું બની જાય છે.
હવે ઉપરોકત બાબતો અને સમસ્યા ,જો આપને ગંભીર જણાતી હોય તો એનું સમાધાન પણ શક્ય છે .
બાળકોને મોબાઈલથી દૂર કરી શકાય એમ છે , જરૂર છે આપના સમય અને પ્રેમની.
તમારું રૂટિન ગમે તેટલું વ્યસ્ત કેમ ન હોય, પરંતુ બાળકને જમવા માટે મોબાઇલના ભરોસે ન રાખો.
પોતાના હાથથી જ બાળકને ભોજન કરાવો.
વાર્તા સંભળાવતા તેમને ભોજન કરાવો, જેથી તેમની જિજ્ઞાસા જળવાઈ રહે.
ભોજનમાં રહેલી વસ્તુઓના નામ બાળકને જણાવો અને તે શા માટે જરૂરી છે એ પણ સમજાવો.
દિવસમાં થોડે સમય બાળક સાથે પસાર કરો.
જ્યારે માતા પિતા જે વડીલો બાળક સાથે સમય પસાર કરે ,ત્યારે તેઓ ખૂદ પોતે પણ આ સમયે મોબાઈલથી દૂર રહેવું જોઈએ.
અંતમાં આ નાનકડી વાતોને નાનકડી સમજી લેશો તો પરિણામ મોટાં આવી શકે છે.

એટલે શરૂઆત મા બાપે પોતાથી કરવી પડશે , જ્યાં વડીલો પોતે જ મોબાઇલની લતમાં પડ્યા હોય ,ત્યારે બાળકને એનાંથી બચાવવું મુશ્કેલ છે , શરૂઆત માતા પિતાએ કરવી પડશે , પરિણામ બાળકોમાં જોવા મળશે…
અંતમાં ઘરમાં પુસ્તકો વધારેને વધારે વસાવીને , વાંચવા જોઈએ અને એનું જ્ઞાન બાળકોને આપવું જોઈએ.
જો આપ આ વાતથી સહમત હો ,તો વધુને વધુ શેર કરશો…

સ્ટોરી બાય,
જામ જયમલસિંહ એ.બી. જાડેજા,
માઁ આશાપુરા ન્યુઝ,
કચ્છ.
9428748643 / 9725206123

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News