કચ્છમાં ગેરકાયદેસર બધુંક અને પિસ્તોલ જેવા ઘાતક હથિયારો રાખનાર બે-ખોફ બન્યા / પણ પોલીસની બાજ નજર

Contact News Publisher

કચ્છમાં ગેરકાયદેસર બધુંક અને પિસ્તોલ જેવા ઘાતક હથિયારો રાખનાર બે-ખોફ બન્યા હોય તેવું ચિત્ર સામે આવે છે .

પરંતુ પોલીસની ચપળ કામગીરીનાં કારણે આવા હથિયારો લઈને ફરતા લોકો ઝડપાઇ પણ જાય છે , આજે એક વધુ એક વ્યક્તિ ગેરકાયદેસર હથિયાર લઈને ફરતો હોવાની બાતમી મળતાં પોલીસે એની ધરપકડ કરી હતી.

આવું જ હથિયાર લઈને ફરતો વધુ એક શખ્સ પોલીસે ઝડપી પાડ્યો છે.

Watch other news video:

એક અશ્વપ્રેમીને અપાઈ ભાવભરી અંજલિ 

એસ.ઓ.જી. પશ્ચિમ કચ્છ – ભુજનાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એ.આર.ઝાલાનાં માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. સ્ટાફનાં માણસો પ્રયત્નશીલ હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી મળેલ કે , જતવાંઢ ( ઝુરા ) ગામના કિક્રેટ ગ્રાઉન્ડ પાસેની બાવળની ઝાડીઓમાં એક માણસ હાથમાં બંદુક લઇને ફરે છે જે હકીકત આધારે તુરંત વર્ક આઉટ કરતાં  ગુલામ રમજુ જત , ઉવ . ૩૭ , રહે . જતવાંઢ ( ઝુરા ) તા.ભુજ – કચ્છ વાળો શખ્સ તેની પાસે રહેલ ગેરકાયદેસર દેશી બનાવટની બંદુક લઈને ફરતો હતો , પોલીસે એક બંદૂક જેની  કી.રૂ. ૨,૦૦૦ / – તથા એક મોબાઇલ ફોન નંગ- ૦૧ કી.રૂા . ૫૦૦ / – તથા રોકડ રૂા . ૧૦૦ / – એમ કુલ્લે ૨,૬૦૦ / – નાં મુદ્દામાલ સાથે આરોપીને રાઉન્ડઅપ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે .

અહેવાલ : નિલેશ ભટ્ટ,

માઁ આશાપુરા ન્યુઝ,

ક્રાઈમ બ્યુરો,

Maa news live (all social media)

9725206123 – 37 (15 group number)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News