કચ્છમાં પવનચક્કી આવી છે ત્યારથી આવા દ્રશ્યો રોજનાં થયા છે ! કચ્છી માડુ અનુભવે છે લાચારી

Contact News Publisher

નખત્રાણા તાલુકાના સુખપર(રોહા)ગામના મહિલા ભાવના પીડોરીંયાનો પરિવાર નખત્રાણાના વરમસેડા વિસ્તારમાં વાડી ધરાવે છે. 18 ફેબ્રુઆરી 2022 નાં રોજ અદાણી ગ્રીન પાવર કંપનીનુ વિજલાઇન નાંખવાનુ કામ કરતા લોકો વાડીએ પહોચ્યા હતા. અને કોઇ મંજુરી કે કરાર વગર લાઇન નાંખવાનુ શરૂ કર્યુ હતુ. જેને લઇને ખેડુત પરિવારે વિરોધ નોંધાવી મંજુરી સહિતના આધારો માંગયા હતા. જેના બદલામા કંપનીના કામદારો રીતસર ખેડુ પરિવાર ઉપર મારકૂટ ઉપર ઉતરી આવ્યા હતા. ખેતરમાં હાજર મહિલા સહિત તેના પરિવારના અન્ય સભ્યોને માર પણ માર્યો હતો.

જુઓ વિડીયો :

કઇરીતે દાદાગીરી કરે છે આ માથાભારે લોકો

આવું પહેલીવાર નથી થયું, કચ્છનાં તમામ તાલુકામાં આવી રાવ ઉઠી છે, ક્યાંક રૂપિયાના દમ ઉપર તો ક્યાંક લુખ્ખાઓ નાં દમ ઉપર કમ્પની પોતાનું ધાર્યું કરી લે છે!

કંપનીઓને કોઇનો ડર ન હોય તેમ અવારનવાર બળજબરી પુર્વક વીજલાઇન અને પવનચક્કી નાંખવાના કિસ્સાઓ વધી રહ્યા છે. જો કે મહિલાને માર મારવાના કિસ્સાની ગંભીર નોંધ લઇ પોલિસે હાલ તપાસ શરૂ કરી છે. પરંતુ ખેડુતોની માંગ છે કે તંત્ર અને પોલીસ આવી દાદાગીરી સામે કડક હાથે કામ લે, કારણ હવે કચ્છનો માણસ કચ્છમાં જ લાચારી અનુભવતો જોવા મળી રહ્યો છે.

અહેવાલ :

માઁ આશાપુરા ન્યૂઝ,

ક્રાઈમ બ્યુરો,

Maa news live (all social media )

9725206123 – 37 (15 group number )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *