માતાનામઢ અને રવાપર વચ્ચેના ધોરીમાર્ગ નજીક પાણીની પાઈપ લાઈનમાં લીકેજ થતા હજારો લીટર પાણીનો બગાડ

Contact News Publisher

પશ્ચિમ કચ્છના નખત્રાણા લખપત ધોરીમાર્ગના માતાનામઢથી રવાપર વચ્ચેના સ્થળે નર્મદાના પાણીનું વહન કરતી GWSSBના પાણીની પાઈપ લાઈનના એરવાલ્વમાં અચાનક કોઈ કારણસર લીકેજ થયુ હતું. જેથી હવામાં પાણીના ફુવારા ઉડ્યા હતા અને ધોરીમાર્ગ પર હજારો લીટર પાણી વેડફાયુ હતું.

માતાનામઢ-રવાપર વચ્ચે પાણીની પાઈપ લાઈનના એરવાલ્વમાં કોઈ કારણોસર ભંગાળ સર્જાતા હજારો લીટર પાણી વેડફાયુ હતું. આ વિશે પાણી પુરવઠા તંત્રને જાણ થતા તુરંત પાણીનો પુરવઠો રોકી સમારકામ હાથ ધરવામાં આવ્યું છે.

ઔધોગિક એકમો ધધમતા હોવા છતાં અંજાર વિકાસથી વંચિત , સ્થાનિક લોકો રોજગાર થી વંચિત

પાણી વિતરણ ઉભું રાખી દેવું પડ્યું છે, જેને લઈ માતાના મઢ સહિતના ગામોમાં પાણી વિતરણ બંધ રહી શકે છે. જોકે, હાલ વેડફાઈ રહેલું પાણી બંધ કરી દેવાતા ધીમું પડી ગયાનું ભરત ત્રિપાઠીએ જણાવ્યું હતું.

1 thought on “માતાનામઢ અને રવાપર વચ્ચેના ધોરીમાર્ગ નજીક પાણીની પાઈપ લાઈનમાં લીકેજ થતા હજારો લીટર પાણીનો બગાડ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *