ભુજમાં ખાણી પીણી અને અન્ય લારીઓ માટે બનતા વેન્ડિંગ ઝોન શહેરની શકલ બદલશે

Contact News Publisher

જિલ્લાના પાટનગર ભુજમાં લારીઓ દ્વારા રસ્તાઓ પર થતાં દબાણ પર વખતે ને વખતે વિવાદો સર્જાયા છે. તો હવે આ સમસ્યામાંથી છુટકારો મેળવવા ભુજ શહેરમાં વિવિધ જગ્યાઓ પર વેન્ડિંગ ઝોન બનાવવામાં આવી રહ્યા છે. આ વેન્ડિંગ ઝોન થકી શહેરના મુખ્ય વિસ્તારોમાં ઊભા રહેતા ખાણી પીણી અને અન્ય ધંધાર્થીઓને પોતાની લારી ઊભી રાખવા માટે એક નક્કી કરાયેલ જગ્યા ફાળવવામાં આવશે. હુન્નરશાળા સંસ્થા દ્વારા આ કાર્ય હાથ ધરવામાં આવશે જેમાં નગરપાલિકા દ્વારા પણ પાણી અને લાઈટ જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.

ભુજ હાટ પાસે બની રહેલા વેન્ડિંગ ઝોનની આર્કિટેક અને એન્જિનિયર દ્વારા ઉત્કૃષ્ટ ફૂડકોર્ટ તરીકે ડિઝાઈન કરાઈ છે અને ભુજ નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કરના હસ્તે ભૂમિપુજન કરવામાં આવ્યું હતું. આ વેન્ડિંગ ઝોન હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા ભુજ નગરપાલિકાના સહયોગથી પ્રોગ્રામ હેઠળ ડિઝાઇન અને અમલીકરણ કરાયું છે.
આ પ્રોજેક્ટ અંતર્ગત પાયાની સુવિધાઓ જેવી કે પેવિંગ, પાર્કિંગ, સ્ટ્રીટ લાઈટ, પીવાનું પાણી, બેઠક, શૌચાલય વગેરે ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ પ્રોજેક્ટથી સાઇટનું બ્યુટીફીકેશન થશે, કચરાની સમસ્યામાં ઘટાડો થશે, લારીવાળાઓને વ્યવસાય વધશે અને સાથે સાથે ભુજના નાગરિકોને વેન્ડિંગ ઝોન ઉપલબ્ધ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News