મુન્દ્રાથી સામખિયાળી સુધી ઠેર-ઠેર બેઝઓઇલમાં પેરાફિન મિશ્રણ કરી વેંચાણનું કારસ્તાન પુરજોશમાં

Contact News Publisher

રાજયસ્તરેથી બેઝઓઇલના વેંચાણ પર પ્રતિબંધ લાદવાના આદેશ વછૂટયા બાદ પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં હાટડાઓ બંધ થઇ ગયા હતા, પશ્ચિમ કચ્છ એસપીની માધાપર બાયોડિઝલ પ્રત્યે થયેલી કાર્યવાહી બાદ પશ્ચિમ વિસ્તારમાં કોઇએ ધંધો કરવાની જીગર કરી ન હતી. પરંતુ છેલ્લા થોડા દિવસથી મુન્દ્રા પોર્ટ પરથી ઇમ્પોર્ટ થયેલા બેઝઓઇલને મુન્દ્રાથી સામખિયાળી સુધીના પટ્ટામાં ઠેર ઠેર પેરાફિન મિશ્રણ કરી વેંચવાનું કારસ્તાન ચાલી રહ્યું છે.

પશ્ચિમ કચ્છમાં બાયોડિઝલનો વેપલો નેસ્તનાબૂદ થઇ ગયો છે જયારે પૂર્વ કચ્છમાં છાને ખૂણે રેન્જ કક્ષાએથી મળેલી મીઠીનજરને કારણે પોઇન્ટો ધમધમી ઉઠયા છે. મુન્દ્રા પોર્ટ પર આવેલા બેઝઓઇલને ટેન્કર મારફતે ફેકટરીમાં લઇ જઇ તેમાં પેરાફિનનું મિશ્રણ કરી બાયોડિઝલ બનાવાય છે, જે બાયોડિઝલને મધ્યપ્રદેશ ટેન્કર વડે મોકલાય છે. બાયોડિઝલના ઉપયોગની મનાઇ હોવા છતાંય પણ અમુક તત્વો મિશ્રણ કરી તેનો ટ્રકોમાં ઉપયોગ થઇ શકે તેવું પદાર્થ મિશ્રણ કરી વેંચાણ કરી રહ્યા છે.

મુન્દ્રાથી સામખિયાળી સુધી ઠેર ઠેર ફેકટરીઓમાં મિશ્રણ કરવામાં અાવી રહ્યું છે જેના લીધે વાહનોમાં પણ ઉપયોગમાં લઇ શકાય તેમ છે. બાર માસ પહેલા પૂર્વ કચ્છના માર્ગો પર પેટ્રોલ પંપ કરતા વધારે બાયોડિઝલના પોઇન્ટો ખુલી ગયા હતા બાદમાં રાજયકક્ષાએથી થયેલી કાર્યવાહી ટાણે તમામને બંધ કરાવી દેવાયા હતા. રેન્જ સ્તરેથી સ્થાનિક પોલીસ સુધી ગોઠવાયેલી ચેનલ થકી હવે ફરી બાયોડિઝલના પોઇન્ટો ધમધમી ઉઠયા છે. મુન્દ્રાથી ગાંધીધામ પંથકમાં ફેકટરી, વાડીઓમાં વેપલો થઇ રહ્યો છે જયારે ગાંધીધામથી સામખિયાળી સુધી હાઇવે હોટેલ પર ગેરકાયદેસર વેંચાણ થાય છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *