અંજાર વેલસ્પન કંપની વિવાદ : વિવિધ પ્રશ્નોનાં નિરાકરણ બાબતે કોંગ્રેસનાં આક્રમક પ્રતિક ધરણા | ૭૧ કોંગ્રેસનાં આગેવાનોની ધરપકડ કરવામાં આવી

Contact News Publisher

અંજાર તાલુકાનાં વરસામેડી ગામમાં આવેલ વેલસ્પન કંપની વિરૂધ્ધ સ્થાનિક વર્કરોનાં પ્રશ્નો અને સ્ટીલ પ્લાન્ટનાં વિરોધમાં ધરણાં પ્રદર્શન તારીખઃ ૨૮/૦૩/૨૦૨૨ , સોમવારનાં રોજ કોંગ્રેસ દ્વારા આયોજન કરવામાં આવેલ હતું . પરંતુ આગળની રાત્રે પણ કોંગ્રેસનાં આગેવાનોને પકડવા માટે પોલીસ જોહુકમી કરી રહેલ . તા . ૨૬/૩/૨૦૨૨ નાં અંજારની જનતાની લાઈવ આમંત્રણ બાબતે કોંગ્રેસનાં આગેવાનોની રાત્રે અટક કરવામાં આવેલ હતી

અને તા . ૨૮/૩/૨૦૨૨ નાં સવારનાં ૪–૦૦ વાગ્યાથી આશરે ૧૦૦ થી વધુ પોલીસનો કાફલો વેલસ્પન કંપનીની સામે કોંગ્રેસ ટીમને રોકવા માટે અને અટક કરવા માટે ખડકી દેવામાં આવ્યો હતો . તેમ છતાં કોંગ્રેસનાં ૭૧ આગેવાનોએ નારેબાજી અને પોસ્ટરો બતાવી અને વેલસ્પન કંપની વિરૂધ્ધ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો અને સ્થાનિક વર્કરોને ન્યાય આપવા , સ્થાનિકોને રોજગારી આપવા , પગાર વધારો કરવા , ૩૫ વર્ષથી ઉપરની બહેનોને રોજગારી આપવા , સ્ટીલ પ્લાન્ટ રદ્દ કરવા , સી.એસ.આર. અંતર્ગત સારી કામગીરી કરવા , વ્હાઈટ અને બ્લુ કાર્ડની સીસ્ટમ બંધ કરવા , નાની નાની બાબતોમાં નોકરીમાંથી સસ્પેન્ડ અને બ્લેકલીસ્ટ ન કરવા વિગેરે મુદ્દાઓ બાબતે નારાઓ લગાવ્યા હતાં અને આ બાબતમાં ૭૧ કોંગ્રેસનાં આગેવાનોની ધરપકડ કરવામાં આવી હતી , જેમાં પ્રથમ અંજાર પોલીસ સ્ટેશન , ત્યારબાદ શિણાય પોલીસ હેડકર્વાટરમાં તેઓની ૪ કલાક માટે ડીટેઈન કરવામાં આવ્યા હતાં .

કોંગ્રેસે કર્યા પોલીસ સામે ગંભીર આરોપો

આ વિરોધ પ્રદર્શનમાં પોલીસ પુરૂષો દ્વારા કોંગ્રેસની મહિલા કાર્યક્રરો સાથે ધકકામુકી કરવામાં આવેલ અને મહિલાઓને ગેરકાયદેસર રીતે ગળુ દબાવવામાં આવ્યું હતું . આ બાબતે કોંગ્રેસનાં આગેવાનો એસ.પી. ને રજુઆત કરી હતી અને આવા પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવા જણાવ્યું હતું

કમ્પની અને સરકાર સામે કરાયા નારાં

આ બાબતને વખોડી હતી . આ સિવાય ‘ ‘ વેલસ્પન હમશે ડરતી હૈ , પોલીસ કો આગે કરતી હૈ ” , ” વેલસ્પન તેરી તાનાશાહી નહીં ચલેગી ” , ” પહેલે લડે થે ગોરો સે , અબ લડેર્ગે ચોરો સે ‘ ‘ જેવા નારાઓથી વેલસ્પન ગેટની સામેનો વિસ્તાર ગુંજી ઉઠયો હતો અને ધરપકડ બાદ ૭૧ કોંગ્રેસ આગેવાન ભાઈ તથા બહેનોએ શિણાય પોલીસ હેડકર્વાટર ખાતે રામધુન બોલાવી કંપની તથા સરકારને ભગવાન સત બુધ્ધી આપે તેમ જણાવ્યું હતું.

મોટી સંખ્યામાં હાજર રહ્યા કાર્યકર્તા અને અગ્રણી કોંગ્રેસનાં નેતાઓ

આ ધરણાં પ્રદર્શનમાં મોટી સંખ્યામાં રાજકીય લોકોની અટકાયત કરવામાં આવેલ તેમાં પ્રદેશ મહામંત્રી વી . કે . હુંબલ , જિલ્લા વિપક્ષી નેતા રમેશભાઈ ડાંગર , પૂર્વ પ્રદેશ મંત્રી રફીક મારા , લખપત શાસક પક્ષનાં નેતા પી . સી . ગઢવી , જિલ્લા મંત્રી દિનેશભાઈ માતા , જિલ્લા મંત્રી ગજરાજસિંહ ઝાલા , જિલ્લા મંત્રી દિલીપસિંહ ઝાલા , અંજાર નગરપાલિકા વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા , તાલુકા પંચાયત , અંજાર વિપક્ષી નેતા યુવરાજસિંહ જાડેજા , કોંગ્રેસ સેવાદળનાં પ્રમુખ રાધાસિંગ ચૌધરી , કોંગ્રેસ મહિલા આગેવાન માનસી શાહ , બિંદુબેન યાદવ , કિશાન કોંગ્રેસનાં ચેરમેન એચ . એસ . આહિર , તાલુકા પંચાયતનાં સદસ્ય વિષ્ણુભાઈ બાંભણીયા , તાલુકા કોંગ્રેસ મંત્રી માદેવાભાઈ ડાંગર , ઈન્ટુક કોંગ્રેસ પ્રમુખ દશરથસિંહ ખાંગારોત , કોંગ્રેસનાં આગેવાન વેલજીભાઈ ગામોટ , લીલાધરભાઈ ટાંક , અકબરશા શેખ , ભોગીલાલ વૈષ્ણવ , ગાંધીધામ તાલુકા પંચાયતનાં ઉપપ્રમુખ દશરથભાઈ જોષી , નારણભાઈ વઘોરા , હમીરભાઈ મ્યાત્રા , મામદભાઈ જત , બી . આઈ . ખલીફા , લઘુમતિ શહેર કોંગ્રેસ પ્રમુખ મામદશા શેખ , વરસામેડી ખેડુત આગેવાન દેવાભાઈ રબારી , વિક્રમભાઈ છાંગા , વરસામેડી ગામનાં ઉપસરપંચ શ્રી અરવિંદગીરી ગોસ્વામી , વરસામેડી ગૌશાળાનાં ટ્રસ્ટ શ્રી શંભુભાઈ ડાયાભાઈ વરાયા , ગાંધીધામ તાલુકા પંચાયતનાં સદસ્ય અલ્પેશભાઈ જરૂ , કાંતિભાઈ આદીવાલ , ભુજ તાલુકા પંચાયતનાં સદસ્ય રાજેશભાઈ ખુંગલા , દિલીપભાઈ બકુત્રા , અનિલભાઈ સુથાર , મેઘજીભાઈ માતા , હરેશભાઈ હુંબલ , સતાપર સરપંચ તથા તાલુકા કોંગ્રેસ મહિલા પ્રમુખ ગીતાબેન ડુંગરીયા સહિત અનેક આગેવાનો તથા કાર્યક્રરોની ધરપકડ કરવામાં આવી હતી.

કોંગ્રેસે આપી ચીમકી 

કોંગ્રેસ જિલ્લા મંત્રી અને એડવોકેટ દિનેશભાઈ માતાએ જણાવ્યું હતું કે સ્થાનિક વર્કરોને ન્યાય આપવા , સ્થાનિકોને રોજગારી આપવા , પગાર વધારો કરવા , ૩૫ વર્ષથી ઉપરની બહેનોને રોજગારી આપવા , સ્ટીલ પ્લાન્ટ રદ્દ કરવા , સી.એસ.આર. અંતર્ગત સારી કામગીરી કરવા , વ્હાઈટ અને બ્લુ કાર્ડની સીસ્ટમ બંધ કરવા , નાની નાની બાબતોમાં નોકરીમાંથી સસ્પેન્ડ અને બ્લેકલીસ્ટ ન કરવા વિગેરે પ્રશ્નો બાબતે વેલસ્પન કંપનીનાં મેનેજમેન્ટ યોગ્ય નિર્ણય નહીં લે તો પ્રદેશ કોંગ્રેસનાં કાર્યકારી પ્રમુખ શ્રી હાર્દિકભાઈ પટેલ અને જિજ્ઞેશભાઈ મેવાણીની આગેવાનીમાં ફરીથી કોંગ્રેસની ટીમને ધરણા ઉપવાસ કાર્યક્રમ આપવાની ફરજ પડશે . જેની તમામ જવાબદારી વેલસ્પન કંપનીનાં મેનેજમેન્ટ અને સરકારી તંત્રની રહેશે .

કોંગ્રેસનાં મહિલા નેતાએ કર્યા સણસણતા આક્ષેપો

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદલનાં મંત્રી માનસી શાહ આજે ભારે આક્રોશમાં ભાજપ સરકારની નીતિ સામે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે,

ભાજપ ના રાજ માં લોકશાહી અને વ્યક્તિગત સ્વતંત્રતા કેવળ કાગળ પર શબ્દો રૂપે જ જીવંત રહી છે.

વેલ-સ્પન ઇન્ડસ્ટ્રીઝ વિરુદ્ધ આજ રોજ શ્રી દિનેશભાઇ માતા તેમજ ગજરાજસિંહ રાણા અને રમેશભાઈ ડાંગર દ્વારા કમ્પની દ્વારા જે સ્ટીલ પ્લાન્ટ આવી રહ્યો છે તેની વિરુદ્ધ માં તેમજ કંપની દ્વારા કર્મચારીઓ ના શોષણ વિરુદ્ધ આજ રોજ વેલ-સ્પન કંપની ના ગેટ પર પ્રતીક ધરણાં આપવા નો કાર્યક્રમ રાખવા માં આવ્યો હતો.

અન્યાય સામે શાંતિ પૂર્વક વિરોધ કરવો તેમજ સવિનય ધરણાં કરવા એ દરેક વ્યક્તિ નો અધિકાર છે, પરંતુ તંત્ર દ્વારા આ ધરણાં ને નિષ્ફળ બનાવવા માટે તમામ પ્રકાર ના હાથકંડાઓ આજમાવવા માં આવ્યા અને 70 થી વધુ પ્રદર્શનકારીઓ ની ધરપકડ કરી લોકશાહી દેશ માં અમારી અભિવ્યક્તિ ની સ્વતંત્રતા નું હનન કરવા માં આવ્યું છે.

આ એક બિનરાજકીય ધરણાં પ્રદર્શન હતું, જેને રોકવા માટે પોલીસ, એડમિનિસ્ટ્રેશન નો જે રીતે દુરુપયોગ કરી પહેલાં મંજૂરી ના આપવી અને ત્યાર બાદ અમારી ધરપકડ કરી ને તંત્રએ આજ એ સાબિત કર્યું છે કે તે માત્ર સત્તાધારીઓ ના ઈશારે જ કાર્ય કરી રહ્યું છે.

આ લડત અહીં થી પૂર્ણ ન કરતા અમારા દ્વારા આગામી દિવસો માં સામાન્ય જન માનસ માટે ના દરેક પ્રશ્નો નું જ્યાં સુધી નિરાકરણ નહિ આવે અને કંપની ના મેનેજમેન્ટ દ્વારા કોઇ નિર્ણય લેવા માં નહિ આવે ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે.

અહેવાલ :

નીરવ ગોસ્વામી,

રોહિત ઠક્કર,

માઁ આશાપુરા ન્યુઝ.

Maa news live (All Social Media )

9725206123 – 37 ( 15 cug numbers )

1 thought on “અંજાર વેલસ્પન કંપની વિવાદ : વિવિધ પ્રશ્નોનાં નિરાકરણ બાબતે કોંગ્રેસનાં આક્રમક પ્રતિક ધરણા | ૭૧ કોંગ્રેસનાં આગેવાનોની ધરપકડ કરવામાં આવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News