કચ્છની ૨૦૦ શાખાના ૬૦૦ બેંક કર્મીઓ હડતાળમાં જોડાશે

Contact News Publisher

સરકારની મજૂર વિરોધી- આમ આદમી વિરોધી નીતિ સામે બેંક હડતાલ યોજાનાર છે. તા.૨૮/૨૯ માર્ચના ભારતભરના ઓલ ઈન્ડિયા બેંક એપ્લોઈઝ એસોસીએશન સાથે જોડાયેલા ચાર લાખ કર્મચારીઓ હડતાળ પર ઉતરી જશે. ગુજરાતમાં ૨૦ હજાર જયારે કચ્છભરની ૨૦૦ શાખાના ૬૦૦થી વધુ કર્મચારીઓ હડતાળમાં જોડાશે.

બે દિવસથી હડતાળથી ૪૦૦થી ૫૦૦ કરોડના વ્યવહારો ઠપ્પ થશે. જાહેર ક્ષેત્રની બેંકોને સધૃધર બનાવી, બેંકોનું ખાનગીકરણ બંધ કરો, લોનની(હેર-કટ) બંધ કરો, ડુબત લોનની વસુલાત તેજ બનાવવી, જાહેર જનતા માટે થાપણ દરના વ્યાજમાં વધારો કરવો, ગ્રાહકોને સર્વિસ ચાર્જનો ભાર હળવો કરવો, ન્યુ પેન્શન સ્કીમ ખતમ કરી જુની પેન્શન સ્કીમ પાછી લાગુ કરવી જેને મોંઘવારી સાથે જોડવી. બેંકોમાં આઉટ સોર્સીંસ બંધ કરી કાયમી ભરતીની શરૃઆત કરવી તેમજ કોન્ટ્રાકટ પરના કર્મચારીઓ તેમજ બેંક મિત્રોને નોકરીમાં કાયમી કરવા સહિતની માંગો સાથે બે દિવસ હડતાલનું એલાન આપવામાં આવ્યુ છે. સંગઠનના આદેશ મુજબ કચ્છભરના બેંક કર્મચારીઓ સરકાર સામે દેખાવો, સુત્રોચ્ચાર કરવા માટે તા.૨૮/૨૯ સવારે ૧૦ કલાકે બેંક ઓફ બરોડાની ક્ષેત્રીય કચેરી ભુજ મધ્યે એકત્ર થવા સંગઠનના હોદેદારો તેમજ બેંક કર્મીઓને એકત્ર થવા કચ્છ યુનિટ ના જિલ્લા મંત્રી અશોક ભટ્ટે જણાવ્યુ હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *