ગાયોના મોતથી માલધારીઓમાં ચિંતા, લખપતના ગામોમાં ફેલાયું લમ્પી સ્કિન ડીસીઝ

Contact News Publisher

સરહદી કચ્છ જિલ્લામાં છૂટી છવાયેલી માનવ વસ્તી કરતા પશુધનની વસ્તી ચડિયાતી છે. ખેતીવાડી બાદ પશુપાલન આ વિસ્તારનો સૌથી મોટો વ્યવસાય છે. તેવામાં હાલ કચ્છના સરહદીય લખપત તાલુકાના કૈયારી ગામની ગાયોમાં લમ્પી સ્કિન ડીસીઝ નામની બીમારી ફેલાઈ છે જે નેકારણે આ વિસ્તારની હજારો ગાયો પર જોખમ ઉભુ થયું છે. તો ગાયોમાં આ બીમારી ફેલાયા બાદ અનેક ગાયોનામોત થયાહોવાનુંપણ માલધારીઓ જણાવી રહ્યા છે, જેથી વિસ્તારના માલધારીઓમાં ભય ફેલાયો છે.

જિલ્લાના સરહદીય લખપત તાલુકામાં 2.5 હજારથી 3 હજાર જેટલી ગાયો આવેલી છે. તો અહીંના કૈયારી ગામમાં વર્ષોથી લાલ પાઘડી રબારી સમાજના લોકો પણ પશુપાલન સાથે સંકળાયેલા છે. તો હાલમાં જ તાલુકાના આ કૈયારી ગામે ગાયોમાં એક વિચિત્ર બીમારી જોવા મળી રહી છે. આ બીમારીમાં ગાયોને પૂરા શરીર પર ઠેર ઠેર ફોલા થઈ આવે છે. તો સાથે જ માલધારીઓનું કહેવું છે કે ગાયોના પગમાં સોજા પણ જોવા મળે છે.

માલધારીઓનું કહેવું છે કે આ બીમારી ફેલાયા બાદ ગામની અનેક ગાયોના મોત પણ થયા છે, જે કારણે વિસ્તારના માલધારીઓમાં પોતાની ગાયોને લઈને ચિંતા વધી છે. હાલ ઉનાળો શરૂ થતાં ઘાસચારા અને પાણીની સમસ્યા પણ વિકટ છે ત્યારે ગાયોમાં ફેલાયેલી આ બીમારીના કારણે માલધારીઓમાં આર્થિક નુકસાનની ભિતી પણ સેવાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *