કાંઠાળ વિસ્તારોમાં એજન્સીઓ દ્વારા સાગર કવાયતનો પ્રારંભ

Contact News Publisher

જખાૈ પાસેના દરિયામાંથી રવિવારે મઘરાત્રે અેટીઅેસ અને કોસ્ટગાર્ડે મોટી માત્રમાં ડ્રગ્સના જથ્થા સાથે પાકિસ્તાની ખલાસીઅોને પકડી પાડ્યા છે. તે વચ્ચે કચ્છના કાંઠા વિસ્તારોમાં સોમવારે સાગર કવાયત ઝુંબેશ હાથ ધરાઇ છે. જેમાં જુદી-જુદી સુરક્ષા અેજન્સીઅોઅે ભાગ લીધો છે. અા ઝુંબેશ બે દિવસ ચાલશે.

સોમવારે અા ઝુંબેશના ભાગરૂપે કોટેશ્વર ક્રીકોમાં પણ અેજન્સીઅોની અાવ-જાવ જોવા મળી હતી. તો બીજીબાજુ નારાયણ સરોવર પોલીસ દ્વારા માર્ગો પર પેટ્રોલિંગ હાથ ધરાયુું હતું. વાહનોની તલાસી લેવામાં અાવી હતી. કચ્છના કાંઠા પર ઉપરા-ઉપરી ડ્રગ્સ મળવા વચ્ચે અા બે દિવસીય સાગર કવાયત મહત્વની માનવામાં અાવી રહી છે. નોંધનીય છે કે, ચાલુ મહિને ડ્રગ્સના બીનવારસુ પેકેટ મળવાના ઘટનાક્રમ વચ્ચે જખૌ પાસેથી કરોડોનું ડ્રગ્સ ઝડપાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *