માંડવી પોલીસના 10 લાખના તોડ કેસની તપાસ અંત ભણી અધિકારી-કર્મચારીઓ સુધી રેલો પહોંચશે

Contact News Publisher

ગત મંગળવારે સવારે માંડવીના કોડાય રોડ ઉપર સરકારી અનાજનો જથ્થો લઇને જતાં ટેમ્પાને ખેતરે લઈ જઈ ખોટા કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી હતી. ૧૦ લાખ રુપિયા તોડ માંડવીના પોલીસ અધિકારી- કર્મચારીઓની સંડોવણીના આક્ષેપ થતા હડકંપ મચી ગયો હતો. બનાવને ગંભીરતાથી લઇ ડીવાયએસપીને તપાસ સોંપાઇ હતી. ત્રણ દિવસમાં જ આંગડિયા પેઢી અને પુરવઠા ગોડાઉનના સીસીટીવી તેમજ પરિવારજનોના નિવેદન લેવાયા છે.

શુક્રવારે અહેવાલ પ્રકાશિત થયા બાદ એસપી સૌંરભ સીંઘે તપાસ સોંપી હતી. તપાસનીશ ડીવાયએસપી બી. એમ. દેસાઇ અને તેમની ટીમે પ્રકરણને ગંભીરતાથી લઇ તટસ્થ તપાસ કરવાનું શરુ કર્યું હતું, તેમજ મોડી રાતથી સવાર સુધી ઢિંઢ ગામે રહેતા આસિફ સુમરાનું નિવેદન નોંધ્યું હતું. જે જે વ્યક્તિઓના રોલ સામે આવ્યા તેમનું પણ નિવેદન ટાંકવામાં આવ્યું હતું. માંડવીના પુરવઠા તથા ગોડાઉનમાંથી સવારે નીકળેલા ટેમ્પાનું ફૂટેજ, ડ્રાઇવરનું નિવેદન તેમજ બીજા દિવસે આંગડિયા પેઢી પર આવેલા હવાલાની ચકાસણી તેમજ પૈસા લેવા આયા તે વેબ્રીજ કાંટાના સીસીટીવી ફૂટેજ કબજે કરાયા હતા. તેમજ ખેડૂતના ઘરે જઈ તોડ સમયે હાજર રહેલા પરિવારજનોનું પણ નિવેદન ટાંકવામાં આવ્યું હતું.
તમામ નિવેદનોમાં જે જે પોલીસ માંડવી પોલીસ મથકના અધિકારી અને કર્મચારી સામે આક્ષેપ થયા હતા તેમને પણ રવિવારે નિવેદન માટે પોલીસ અધિક્ષકની કચેરીએ બોલાવાયા હતા. સોમવાર સાંજ સુધી તમામના નિવેદનો લેવાઈ ગયા હોય તપાસ અંતર ઉપર પહોંચી છે. એકાદ-બે દિવસમાં તપાસ પુર્ણ થયા બાદ માંડવી પોલીસ મથકના અધિકારીથી કર્મચારીઓ સુધી રેલો પહોંચે તેવી સંભાવના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *