આજે પણ બન્નીના ગામોમાં લોકો નેસમાંથી મેલું પાણી પીવા મજબૂર, ગામમાં નળ તો છે પણ જળ નથી

Contact News Publisher

રણ પ્રદેશ હોવાના કારણે ઉનાળાની શરૂઆત સાથે જ કચ્છ જિલ્લાના સરહદીય વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા વિકટ બની રહી છે. તો ખેતીવાડી ઉપરાંત પશુપાલન પર મોટા ભાગે નિર્ભર આ પ્રદેશમાં પાણીની તંગીના કારણે લોકોને જીવન નિર્વાહ કરવું મુશ્કેલ બન્યું છે. તો ભુજ તાલુકાનો બન્ની વિસ્તાર, જે પોતાના સફેદ રણ માટે જગવિખ્યાત છે, ત્યાં પણ અત્યારથી જ પાણીની સમસ્યા સર્જાય છે સાથે જ ગામના લોકો પાણી માટે ભારે સંધર્ષ કરી રહ્યાં છે. તો આ વિસ્તારના લોકો દર ઉનાળાની જેમ કૂવા જેવા નેસ ખોદી તેમાંથી પાણી પીવા મજબૂર બને છે.

દર વર્ષે ઉનાળામાં કચ્છ જિલ્લામાં પાણીનો પોકાર ઉઠે છે. હજુ ઉનાળાની શરૂઆત થઈ તેવામાં કચ્છના છેવાડાના વિસ્તારમાં પાણીની સમસ્યા જોવા મળી રહી છે. જેમાં પશુધન માટે જાણીતા બન્ની પંથકમાં અત્યારથી પાણીની સમસ્યા વિકટ બની છે. બન્ની વિસ્તારના ભગાડીયા ગામમાં 2500 લોકોની વસ્તી છે તો સાથે જ 6500 જેટલું પશુધન છે. તેથી ગામમાં અત્યારથી જ ઘાસ અને પાણીની સમસ્યા ઊભી થતાં માલધારીઓ ચિંતીત બન્યા છે.

તો ગામમાં પાઇપલાઇન મારફતે પૂરતું પાણી ન આવતું હોવાથી લોકોને ગામમાં કૂવા જેવા નેસ ખોદી તેમાંથી પાણી ભરવાની ફરજ પડી રહી છે. ગામમાં જમીનની સપાટીથી થોડું નીચે જ પાણી મળી આવતા લોકો આ નેસ ખોદી તેમાંથી પાણી ભરવા મજબુર બન્યા છે. તો આ નેસમાં પાણી એટલું ગંદુ હોય છે કે સામાન્યપણે લોકો આવા પાણીથી હાથ પણ ધોવાનું પસંદ ન કરે પણ આ લોકો આવું પાણી પીવા મજબૂર બન્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *