હેરોઇન સાથે પકડાયેલ માછીમારોને આપવામાં આવ્યા હતા આ કોડવર્ડ, જાણો કેવો હતો માસ્ટરપ્લાન

Contact News Publisher

રવિવારે મોડી રાત બાદ ગુજરાત એન્ટી ટેરરીસમ સ્કવોડ અને ભારતીય તટરક્ષક દળ દ્વારા હાથ ધરાયેલા જોઇન્ટ ઓપરેશનમાં ભારતીય જળસીમામાં ઘૂસી આવેલી બોટમાં 9 માછીમારો પાસેથી હેરોઇનનું કિલોગ્રામ રો મટીરીયલ મળી આવ્યું હતું. ઓપરેશનમાં પકડાયેલા 9 આરોપીઓને બુધવારે ભુજની ખાસ એન.ડી.પી.એસ. કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં તેમને પાંચ દિવસ માટે પોલીસ કસ્ટડી કોર્ટે મંજૂર કરી હતી. તો આ વચ્ચે તપાસનીસ એજન્સી પાસેથી મળતી માહિતી મુજબ કાલી અને મોહમ્મદ કોડવર્ડ દ્વારા ભારતમાં આ ડ્રગ્સનો જથ્થો સોંપવામાં આવવાનું હતું.

ગુજરાત એટીએસના ડીવાયએસપી ભાવેશ રોજીયાની બાતમીના આધારે તાજેતરમાં એટીએસ અને કોસ્ટગાર્ડની ટુકડીએ કવાયત હાથ ધરીને કચ્છના જખૌ પાસે આવેલા દરિયામાંથી રૂ. 280 કરોડની કિંમતનું 56 કિલોગ્રામ હેરોઇન ડ્રગ્સ પકડી પાડ્યું હતું, જે કેસના આરોપીઓને આજે ભુજ કોર્ટમાં રજૂ કરવામાં આવતા તેઓના 9 દિવસના રિમાન્ડ મંજુર થયા છે.

મોટા આસંબીયા ગામમાં સરકારની યોજના હેઠળ ગ્રામજનોને બોરનું મીઠું પાણી મળશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *