રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) એ કેમ્પસમાં સુરક્ષા દળના કર્મચારીઓ અને નાગરિકોને ડ્રોન ઉડાન કૌશલ્ય આપવા માટે રિમોટ પાઇલોટ ટ્રેનિંગ સેન્ટરની સ્થાપનામાં વધુ એક મહત્વપૂર્ણ લીડ લીધી

Contact News Publisher

યુનિવર્સિટીએ M/S DroneAcharya Aerial Innovations સાથે એક સમજૂતી કરાર (MOU) પર હસ્તાક્ષર કર્યા

યુનિવર્સિટીએ મેસર્સ ડ્રોન-આચાર્ય એરિયલ ઈનોવેશનની સાથે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે, જે એક સુવ્યવસ્થિત સ્થાપિત કંપની છે જેના પાસે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીની સાથે સહયોગ કરવા અને રિમોટ પાયલટ ટ્રેનિંગ સેન્ટર (આરપીટીસી) સ્થાપિત કરવા માટે તમામ આવશ્યક પ્રમાણ છે. તાલીમ મુખ્યત્વે સશસ્ત્ર દળો, અર્ધસૈનિક દળો અને પોલીસ દળના કર્મચારીઓ માટે ડિઝાઈન કરવામાં આવી છે પરંતુ આ કૌશલ્ય હાંસલ કરવા ઈચ્છુક નાગરિકો માટે કાર્યક્રમ પણ પ્રદાન કરે છે. આ આરપીટીસીમાં, ડીજીસીએ દ્વારા પ્રમાણિત પ્રશિક્ષક ડ્રોનની ક્વોડ-કોપ્ટર શ્રેણીઓને ઉડ્ડયનની તાલીમ આપશે. આ પ્રકારની તાલી માટે વિવિધ શ્રેણીઓ માટે તાલીમાર્થીઓ માટે ફી હાલના બજાર દરથી ખૂબ નીચા રાખવામાં આવી છે.

ભારતીય આર્મી, ગુજરાત પોલીસ અને આરઆરયુ ફેકલ્ટીના મહેમાનો દ્વારા નિહાળવામાં આવેલા એક આકર્ષક પ્રદર્શનમાં ટ્રેનરોએ રોટરી અને ફિક્સ્ડ વિંગ પ્રકારના ડ્રોનની ક્ષમતાઓથી દરેકને પ્રભાવિત કર્યા હતા. સ્થાનિક શાળાઓના શાળાના બાળકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમણે પ્રદર્શનનો આનંદ માણ્યો હતો.

DGCA એ ડ્રોન ઉડ્ડયનની મૂળભૂત તાલીમ આપવા માટે પાંચ દિવસની તાલીમનું સમયપત્રક નક્કી કર્યું છે. જો કે, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં તાલીમ 5 વત્તા 2 થી 4 દિવસના ધોરણે હાથ ધરવામાં આવશે. જ્યારે પ્રથમ પાંચ દિવસ મૂળભૂત તાલીમ મોડ્યુલ માટે છે, ત્યારે વધારાનો સમયગાળો વાસ્તવિક વિશ્વ ઉપયોગ ધરાવતા ભૂ-સંદર્ભિત ડેટાને મેળવવા માટે UAV (ઓપ્ટિકલ, થર્મલ, ઇન્ફ્રા-રેડ વગેરે) પરના વિવિધ સેન્સર્સના ઉપયોગ પર વિશિષ્ટ GIS આધારિત તાલીમ આપવાનો રહેશે. સંરક્ષણ, પોલીસ, કૃષિ, પાવર, સિંચાઈ, ટાઉન પ્લાનિંગ ક્ષેત્રો વગેરેની જરૂરિયાતો મોટા પ્રમાણમાં બદલાય છે અને તેથી એડ-ઓન મોડ્યુલ દરેક માટે કસ્ટમાઇઝ કરવામાં આવશે.

27 મે 22ના રોજ નવી દિલ્હીમાં બે દિવસીય ડ્રોન ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા 2022નું ઉદ્ઘાટન કરતી વખતે, વાઇસ ચાન્સેલર ડૉ. બિમલ પટેલે ભારતને વૈશ્વિક ડ્રોન હબ બનાવવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વ્યક્ત કરેલા સંકલ્પને પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે પ્રધાનમંત્રીના નિવેદનને ટાંક્યું, “આપણે ભારતમાં ડ્રોન ટેક્નોલોજીમાં જે ઉત્સાહ જોઈ રહ્યા છીએ તે અદ્ભુત છે. આ ઊર્જા ડ્રોન એક સર્વિસ તરીકે અને ડ્રોન આધારિત ઉદ્યોગોમાં મોટી છલાંગનું સૂચક છે. તે દેશમાં સંભવિત રોજગાર સર્જન ક્ષેત્રના ઉદભવને પણ પ્રતિબિંબિત કરે છે.” ડૉ. પટેલે ભારપૂર્વક જણાવ્યું હતું કે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી તેના મૂળભૂત મિશનના ભાગરૂપે આવી પહેલ કરવા માટે પ્રતિબદ્ધ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *