શિકરાની વાડીમાં ખાડો ખોદી છુપાવેલો ર.૪૩ લાખનો દારૂ પકડાયો.

Contact News Publisher

શિકરાનો શખ્સ દારૂ સાથે ઝડપાયો : અન્ય ઈસમો સામે ગુનો

ભચાઉ : જીઆઈડીસીમાં મામાનો અડધા કરોડોનો શરાબ એસએમસીએ ઝડપી લીધા બાદ ભચાઉના પીઆઈ, પીએસઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જે બાદ ગાંધીધામથી મુકાયેલા પીઆઈ અલ્પેશ પટેલે ભચાઉ પંથકમાં ગેરકાયદે શરાબની બદી પર સપાટો બોલાવવા માટેની કામગીરી કરતાં હવે શિકરાની વાડીમાં ખાડો ખોદી છુપાવવામાં આવેલો શરાબનો જથ્થો ઝડપી પાડ્યો હતો.આ બાબતે પીઆઈ અલ્પેશ પટેલે વિગતો આપતાં જણાવ્યું હતું કે, શિકરા ગામની ધ્રાંગા વાડી વિસ્તારમાં શિકરાના વસરામ ખોડાભાઈ ચામરિયા (પટેલ)ની રવેચી ફાર્મથી આગળ આવેલ વાડીમાં માધવ હરિભાઈ કોલી અને રવિરાજસિંહ લાલુભા જાડેજાએ ગેરકાયદે દારૂનો જથ્થો મંગાવી જમીનમાં ખાડો ખોદી વેચાણ અર્થે રાખી સંતાડ્યો હતો. જયાં રેડ કરીને દારૂ ઝડપી લેવાયો હતો. આરોપીઓએ અલગ અલગ પોટલા બનાવીને દારૂ છુપાવ્યો હતો. જે ઝડપી લેવામાં આવ્યો છે. રેડમાં માધવ હરિભાઈ કોલી મેકડોવેલ્સ વ્હીસ્કીની ૬૪૮ બોટલ કિ.રૂા. ર.૪૩ લાખ સાથે ઝડપાઈ ગયો હતો. જયારે રવિરાજસિંહ હાજર મળી આવ્યો ન હતો. જેથી ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *