ભુજ ખાતે નરનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણીને અનુલક્ષીને ટ્રાફિક નિયમન માટે જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું બહાર પડાયું

Contact News Publisher

આગામી તા.  ૧૭/૦૪/૨૦૨૩ થી તા. ૨૬/૦૪/૨૦૨૩ દ૨મ્યાન ભુજ શહેર મધ્યે શ્રી નરનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણીનું વિશાળ આયોજન થનાર હોઇ અને આ મહોત્સવનું સ્થાન ભુજ-મીરઝાપરના મુખ્ય માર્ગ પર રહેવાનું હોઇ જે અનુસંધાને ટ્રાફિક વ્યવસ્થા અને કાયદો અને વ્યવસ્થાની જાળવણીના હેતુસર પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજએ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૩(૧) (બી) હેઠળનુ જાહેરનામું બહાર પાડવા દરખાસ્ત કરેલ છે. આમ ટ્રાફિક વ્યવસ્થા અને કાયદો અને વ્યવસ્થાની જાળવણીના હેતુસર ભુજ વિસ્તારોના ૨સ્તાઓ પર ટ્રાફિક નિયમન માટે નીચે અનુસૂચિમાં જણાવ્યા મુજબના હુકમો કરવા જરૂરી જણાય છે. જેથી કચ્છ ભુજ, જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી અમિત અરોરા દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૩(૧)(બી) અન્વયે તેમને મળેલ અધિકારની રૂએ ફ૨માવેલ છે કે, તા.૧૭/૦૪/૨૦૨૩ થી તા.૨૬/૦૪/૨૦૨૩ સુધી મિરઝાપર ગામથી પ્રિન્સ રેસીડેન્સી ત્રણ રસ્તા પ્રતિબંધિત રહેશે. જયારે અનુસૂચિમાં નીચે જણાવેલ ૨૨તાઓ/માર્ગો પ૨થી વાહનોની અવર જવર બંધ થવા તેમજ અનુસૂચિ મુજબના માર્ગોનો વૈકલ્પિક ઉપયોગ ક૨વા હુકમ ફરમાવેલ છે. ભુજ ટાઉનમાં પ્રવેશ કરતા નાના વાહનો માટે મિરઝાપર ભોલેનાથ પેટ્રોલ પંપથી મિરઝાપર નાકામાંથી ગામમાં પ્રવેશ કરી ચંગલેશ્વર મહાદેવ મંદિર થઇને રિલાયન્સ સર્કલ થઈને ભુજ શહેર ટાઉન વિસ્તારમાં જઇ શકાશે. પાન્ધ્રો, દયાપર, હાજીપીર, નલીયા તથા નખત્રાણાથી આવતા નાના વાહનોએ માનકુવા થઇ કોડકી ગામ થઇ રતિયા ગામના પાટીયાથી કોડકી ચા૨ ૨૨તા (એરપોર્ટ રીંગ રોડ) થઈ ભુજ શહેર ટાઉન વિસ્તારમાં જઇ શકાશે. માંડવી તરફથી આવતા નાના વાહનો ના૨ણપ૨ ત્રણ રરતા થઇ હાઇલેન્ડ, સેનેટરી (ભારાપર) થઇ રિલાયન્સ સર્કલ થઈને ભુજ શહેર ટાઉન વિસ્તા૨માં જઇ શકશે. મુંદરાથી નખત્રાણા જવા માટે મુંદરાથી આવતા જતા વાહનો માટે ભારાપર સેનેટરી થઇ હાઇલેન્ડ થઈ ખત્રી તળાવ થઇ માવજી તલાવડી થઈ ભારાસર થઈ માનકુવા થઈ નખત્રાણા નલીયા જઈ શકશે. માંડવીથી નખત્રાણા જવા માટે માંડવીથી આવતા જતા વાહનો માવજી તલાવડી થઈ ભારાસર થઈ માનકુવા થઈ નખત્રાણા નલીયા જઇ શકશે. માંડવી તરફથી આવતા ભારે વાહનો માટે નારાણપર ત્રણ ૨સ્તા થઈ હાઇલેન્ડ, સેનેટરી (ભારાપર) થઇ રિલાયન્સ સર્કલ, જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર સર્કલ થઇ નળવાળા સર્કલ થઇને ગાંધીધામ, ભચાઉ જવાનું રહેશે. પાન્ધ્રો, દયાપર, હાજીપીરથી ભચાઉ તથા ગાંધીધામ આવતા જતાં ભારે વાહનોએ વિરાણી ગામ થઇ દેવીસર થઇ નીરોણા થઇ લોરીયા ચેકપોસ્ટ થઇને ૩૬ કવાર્ટર ચાર ૨સ્તા થઇને નળવાળા સર્કલ થઈ ગાંધીધામ ભચાઉ જવાનું રહેશે. નલીયા તથા નખત્રાણાથી ભચાઉ ગાંધીધામ આવતા જતા ભાવે વાહનોએ માનકુવા થઇ ભારાસર થઈ ખત્રી તળાવ, હાઇલેન્ડ, સેનેટરી (ભારાપર) થઇ રિલાયન્સ સર્કલ, જીલ્લા ઉધોગ કેન્દ્ર સર્કલ થઈ નળવાળા સર્કલ થઇને ગાંધીધામ ભચાઉ જવાનું રહેશે. આ ઉપરાંત, ભુજથી માંડવી જતા નાના ફોર વ્હીલર વાહનો ભગવતી હોટલ ચાર રસ્તાથી ચંગલેશ્વર થઈને મિરઝાપર ગામમાં થઈને માંડવી તથા નખત્રાણા તરફ જઈ શકશે. સરકારી ફરજ પરના વાહનો, પોલીસ ખાતામાં ફરજ પરના વાહનો, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીના આદેશાનુસાર નાયબ પોલીસ અધિક્ષક દ્વારા અધિકૃત કરેલ વાહનો,  ફાયર ફાઈટર વાહનો, એમ્બ્યુલન્સ વાહનને આ હુકમો લાગુ પડશે નહીં.  આ ઉપરાંત ટુ વ્હીલર વાહનોને મુક્તિ આપવામાં આવી છે. મહોત્સવ માટેના વાહનો તથા સ્થાનિક વિસ્તારના રહેવાસીઓના વાહનો તેમજ ત્યાંના ધંધાર્થીઓના ફોર વ્હીલર્સ તથા ધંધાકીય વાહનોને ઉપરોક્ત જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવી છે. જો કે રહેણાંક વિસ્તારના રહેવાસીઓએ પોતાના આઈડી કાર્ડ સાથે રાખવાના રહેશે. રાત્રિના ૦૦.૦૦ થી સવારના ૬.૦૦ સુધી ભારે વાહનો તેમજ અતિભારે વાહનો સિવાય તમામ પ્રકારના વાહનોને આ જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવી છે. સરકારી એસટી બસોને ઉપરોક્ત જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવી છે.