દેશને બે ભાગમાં વહેંચવાની બદલે એકજૂથ કરીશ : બાઈડન

Contact News Publisher

જીત મેળવ્યા બાદ બાઈડનની પહેલી સ્પીચ:દોડતા દોડતા મંચ સુધી આવ્યા પ્રેસિડન્ટ ઈલેક્ટ, કહ્યું-

દેશને બે ભાગમાં વહેંચવાની બદલે એકજૂથ કરીશ.

અમેરિકાના પ્રેસિડન્ટ ઈલેક્ટ જો બાઈડન (77)એ શનિવારે રાત્રે જીત પછી દેશને સંબોધન કર્યું. તેઓ દોડતા દોડતા મંચ સુધી આવ્યા. ચૂંટણી પ્રચાર દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના પર વયોવૃદ્ધનો આરોપ લગાવ્યો હતો. બાઈડને કહ્યું કે રાષ્ટ્રપતિ તરીકે હું આ દેશને વહેંચવાની જગ્યાએ એકજૂથ કરીશ. 20 જાન્યુઆરીએ શપથ લીધા બાદ બાઈડન અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ હશે.

પત્ની અને પરિવારનો આભાર

બાઈડન 48 વર્ષ પહેલાં પહેલી વખત સેનેટર તરીકે ચૂંટાયા હતા. દેશના નામે સંબોધન કરતા તેઓએ કહ્યું કે, તમે લોકોએ સ્પષ્ટ જનાદેશ આપ્યો છે. 7.4 લોકોએ રેકોર્ડ વોટ આપ્યા. અમેરિકાની આ નૈતિક જીત છે. માર્ટિન લ્યૂથર કિંગે પણ આ જ કહ્યું હતું. ધ્યાનથી સાંભળો. આજે અમેરિકા બોલી રહ્યું છે. હું રાષ્ટ્રપતિ તરીકે આ દેશને વહેંચવાની જગ્યાએ એકજૂથ કરીશ. પરિવાર અને પત્નીએ આ સંઘર્ષમાં સાથે આપ્યો તે બદલ આભાર.

બાઈડને ટ્રમ્પને કહ્યું, આપણે વિરોધી હોઈ શકીએ છીએ, દુશ્મન નહીં ,નફરત ખતમ કરો, આગળ વધો ટ્રમ્પ અને તેમના સમર્થકોને બાઈડને કહ્યું કે, મને ખબર છે કે જે લોકોને ટ્રમ્પે વોટ આપ્યો છે, તે આજે નિરાશ હશે. હું પણ ઘણી વખત હાર્યો છું, આ જ લોકતંત્રની સુંદરતા છે કે આમા દરેકને તક મળે છે. ચાલો, નફરત ખતમ કરો. એક બીજાની વાત સાંભળો અને આગળ વધો. વિરોધીઓને દુશ્મન સમજવાનું બંધ કરો, કારણ કે આપણે સૌ અમેરિકન્સ છીએ.

બાઈબલ આપણને શીખવાડે છે કે દરેક વસ્તુનો એક સમય હોય છે. હવે ઘાને ભરવાનો સમય છે. સૌથી પહેલા કોવિડ-19ને કંટ્રોલ કરવાનું હશે, પછી ઈકોનોમી અને દેશને રસ્તા પર લાવવો પડશે.દરેક વર્ગનો સાથ મળ્યોબાઈડને અમેરિકાની અનેકતામાં એકતાનો ઉલ્લેખ કર્યો. કહ્યું-મને ગર્વ છે કે અમે દુનિયાના સૌથી જૂના લોકતંત્રમાં વિવિધતા જોઈ. તેમના બળ પર જીત્યાં. સૌને સાથે લાવ્યા. ડેમોક્રેટ્સ, રિપબ્લિકન્સ, અપક્ષ, પ્રોગ્રેસિવ રૂઢિવાદી, યુવા, વૃદ્ધ, ગ્રામીણ, શહેર , સમલૈંગિક, ટ્રાન્સજેન્ડર, લેટિન, શ્વેત, અશ્વેત અને એશિયન. અમને દરેકનું સમર્થન મળ્યું, કેમ્પેઈન ઘણું મુશ્કેલ રહ્યું. ઘણી વખત નીચલા સ્તરે પણ ગયો. આફ્રિકન-અમેરિકન કોમ્યુનિટી અમારી સાથે ઊભી છે.કમલા હેરિસે પણ સંબોધન આપ્યુંડેમોક્રેસી માટે બલિદાન આપવા પડે છેપહેલા વાઈસ પ્રેસિડેન્ટ ઈલેક્ટ કમલા હેરિસે કહ્યું કે, ડેમોક્રેસીની કોઈ ગેરેંટી નથી હોતી. આ એ વાત પર નિર્ભર કરે છએ કે તમે તેને જાળવી રાખવા માટે કેટલી મહેનત કરી રહ્યાં છો. તેના માટે ઈચ્છાશક્તિ જોઈએ. એટલા માટે તેને સામાન્ય બાબત ન ગણશો. આના માટે બલિદાન આપવા પડે છે. ત્યારપછી જ ખુશી મળે છે. અમે પણ આવું જ કહી રહ્યાં છીએ. આ વખતના મતદાનમાં લોકતંત્ર પણ દાવ પર હતું. તમે અમેરિકાને એક નવી સવાર બતાવી છે. ચાર વર્ષ સુધી તમે બરાબરી અને ન્યાય માટે યુદ્ધ કરતા રહ્યાં છો. ત્યારપછી મતદાનની તક મળી.

Maa Ashapura News

YouTube : maa news live

Dailyhunt : maa news live

Website : maanewslive.com

Android app : maa news live

Email : jaymalsinhjadeja@gmail.com

Instagram : maanewslive_insta

Telegram : maa news live

Twitter : maa news live

Google : maa news live

Whatsapp : 94287 48643,

                    97252 06123 / 27

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *