Adani ની સમુન્દ્રફાળ : નિકાસ કાર્ગો લઈને પ્રથમ કન્ટેનર જહાજ ભારતથી બાંગ્લાદેશ પહોંચ્યું

Contact News Publisher

ભારતમાંથી ઈનલેન્ડ વોટરવેઝનો ઉપયોગ કરીને સૌ પ્રથમ કન્ટેનરાઈઝ કાર્ગો નિકાસ તેના મુકામના સ્થળ પેનાગાંવ ઈન્ટરનેશનલ કન્ટેનર ટર્મિનલ, ઢાકા ખાતે તા.12 જુલાઈ, 2020ના રોજ પહોંચ્યું છે. 45 ટીઈયુ (આશરે 1250 એમટી) સ્પોન્જ આયર્ન  લઈને જતા બાર્જ “એમવી પૃથ્વી” ને તેની હલ્દીયાથી ઢાકા સુધીના ઈન્ડો-બાંગ્લાદેશ પ્રોટોકોલ રૂટ (આઈબીપીઆર) ઉપરની પ્રથમ મુસાફરી માટે હલ્દીયા ડોક ઉપર તા.30 જૂન, 2020ના રોજ લીલીઝંડી આપવામાં આવી હતી. નિકાસ ઓર્ડર લઈને આ બાર્જ તા.5 જુલાઈ, 2020ના રોજ હલ્દીયાથી રવાના થયું હતું અને તેનો પ્રવાસ 7 દિવસમાં પૂરો કર્યો હતો. મેસર્સ અદાણી લોજીસ્ટીક્સ  લિમિટેડે, મેસર્સ ફાઈવસ્ટાર લોજીસ્ટીક્સ પ્રા.લિ.ના સહયોગથી મેસર્સ રશ્મી સિમેન્ટ લિમિટેડ અને મેસર્સ ઓરિસ્સા મેટલિક્સ પ્રાઈવેટ લિ.નું પ્રથમ કન્સાઈન્મેન્ટ બાંગ્લાદેશ પહોંચ્યું છે.

ઈનલેન્ડ વોટર ટ્રેડ એન્ડ ટ્રાન્ઝીટ (પીઆઈડબલ્યુટીટી) અંગેના ઈન્ડિયા-બાંગ્લાદેશ પ્રોટોકોલ ઉપર ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ચોક્કસ રૂટ ઉપર પશ્ચિમ બંગાળ, આસામ અને ત્રિપુરા થઈને બાંગ્લાદેશ જતા તથા ભારત સરકારના ભારતથી બાંગ્લાદેશ જતા આયાત-નિકાસ કાર્ગોને તાજેતરના વર્ષોમાં મજબૂત સહયોગ મળ્યો છે. ભારતના ઈનલેન્ડ અને માલ-સામાનની મુક્ત હેરફેર અંગે 1972માં હસ્તાક્ષર થયા હતા. ભારત સરકાર આ ગતિવિધિ અને ઈનલેન્ડ વોટરવેઝના કોમર્શિયાલાઈઝેશનને મજબૂત સહયોગ આપી રહી છે. ભારત અને બાંગ્લાદેશ બંને સમયાંતરે પીઆઈડબલ્યુટીટીને મજબૂત બનાવી રહ્યા છે, જે આ બંને દેશોની સાથે સાથે ઉત્તર-પૂર્વના રાજ્યોમાંથી ભવિષ્યમાં થનારા વ્યાપારનું વિઝન સૂચવે છે. આ સિમાચિહ્નરૂપ કન્ટેઈનર નિકાસ કાર્ગોને કારણે ભારત અને બાંગ્લાદેશના આયાતકારો અને નિકાસકારોને રોડ માર્ગે તથા રેલવે માર્ગે મોકલાતા કાર્ગોનો વિકલ્પ પ્રાપ્ત થશે. હાલમાં મોટાભાગની આયાત અને નિકાસ પશ્ચિમ બંગાળ વિસ્તારમાં થઈને પેટ્રાપોલ (ભારત) અને બેનાપોલ (બાંગ્લાદેશ) મારફતે થઈ રહી છે. હકિકતમાં પેટ્રાપોલ એ 2.5 અબજ યુએસ ડોલરના વેપારની હેરફેર કરતું એશિયાનું સૌથી મોટું લેન્ડ કસ્ટમ સ્ટેશન (એલપીએસ) છે. 

અદાણી લોજીસ્ટીક્સના ઈનલેન્ડ વોટરવેઝના સીઈઓ કેપ્ટન અનિલ કિશોર સિંઘ જણાવ્યું હતું કે “છેલ્લા એક વર્ષથી અમારી ટીમ ઈનલેન્ડ વોટરવેઝનો ઉપયોગ કરીને વ્યાપારી ધોરણે અર્થક્ષમ બને તેવા લોજીસ્ટીક્સ સોલ્યુશન્સ પૂરાં પાડવા માટે સક્રિય બની હતી. અમે સફળતાપૂર્વક હલ્દીયાથી પટનાના એનડબલ્યુ-1 રૂટ ઉપર અને હલ્દીયાથી ગૌહાતિના એનડબલ્યુ-2 (આઈબીપીઆરનો ઉપયોગ કરીને) સ્થાનિક કન્ટેનરાઈઝડ મૂવમેન્ટ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. આ હેરફેરને કારણે ભારત અને બાંગ્લાદેશ બંનેના આયાતકારો અને નિકાસકારોમાં આયાત-નિકાસના કાર્ગોની હેરફેર માટે ઉપયોગ કરવામાં ભારે જગાવ્યો છે. એક જહાજની હેરફેર 64 ટ્રકની હેરફેર બરાબર થાય છે. આ રીતે ઈનલેન્ડ વોટરવેઝ હાલની રોડ આધારિત માલ-સામાનની હેરફેરનો પેટ્રોપોલ આઈસીપી થઈને સ્પર્ધાત્મક વિકલ્પ પૂરો પાડે છે. બલ્ક/બ્રેક બલ્ક કાર્ગો  લઈ જવાની તુલનામાં સ્પોન્જ આયર્નની કન્ટેનરાઈઝડ હેરફેર વધુ સલામત વિકલ્પ ગણવામા આવે છે. આ બાબતની ઉદ્યોગ જગતે નોંધ લીધી છે.”

કોવિડ-19ના લૉકડાઉન પૂર્વે પેટ્રાપોલ ખાતેનું આઈસીપી ભારતમાંથી આશરે 500 થી 550 ટ્રક અને બાંગ્લાદેશથી આશરે 150 ટ્રકની દરરોજ હેરફેર કરતું હતું. છેલ્લા થોડાંક વર્ષોથી બંને દેશોના આયાતકારો/ નિકાસકારોને પેટ્રાપોલ ખાતે ભીડ, વિલંબ અને વિવિધ હેરફેરનો વિકલ્પ પ્રાપ્ત થયો છે. ફ્લાય એશ, સ્ટોન એગ્રીગેટ અને પ્રોજેક્ટ કાર્ગો વગેરે જેવી જથ્થાબંધ કોમોડિટીઝ ઈનલેન્ડ વોટરવેઝનો ઉપયોગ કરીને ભારતથી બાંગ્લાદેશ જાય છે. કન્ટેનરાઈઝ કાર્ગો મૂવમેન્ટ એમાં એક આવશ્યક ઉમેરો થયો છે અને તે ઈનલેન્ડ વોટરવેઝને હાઈ વેલ્યુ માલ-સામાન માટે પણ હેરફેર પાત્ર બનાવે છે. ભારત અને બાંગ્લાદેશ બંને સરકારોએ પેટ્રાપોલ-બેનાપોલ બોર્ડર સ્ટેશન્સને દ્વિપક્ષી વ્યાપાર માટેના મહત્વના એક્ઝીમ ગેટવે તરીકે સ્થાન આપ્યું છે અને બંને દેશો સાથે મળીને તમામ સંભવિત માળખાગત સુવિધાઓ પૂરી પાડવા માટે સક્રિય છે.

ભારતના બાંગ્લાદેશ ખાતેના હાઈ કમિશ્નર રિવા ગાંગૂલીએ ઈનલેન્ડ વોટરવેઝનો ઉપયોગ કરીને ભારતથી બાંગ્લાદેશ જતા પ્રથમ કાર્ગો મૂવમેન્ટની હેરફેરને આવકારી છે. તેમણે જણાવ્યું હતું કે “ભારત અને બાંગ્લાદેશે તાજેતરમાં તા.20 મે, 2020ના રોજ હસ્તાક્ષર કરેલા ઈનલેન્ડ વોટર ટ્રેડ એન્ડ ટ્રાન્ઝીટ અંગેના પ્રોટોકોલના ઉમેરામાં બે નવા રૂટ અને 5 નવા પોર્ટ ઓફ કૉલ અને મુખ્તુપુર બાંગ્લાદેશના સમીટ એલાયન્સ પોર્ટ લિમિટેડ (એસએપીએલ) સહિતના વિસ્તૃત પોર્ટસ કૉલને વિસ્તાર્યા છે. હાલના તથા નવા ઉમેરાયેલા પ્રોટોકોલ રૂટને કારણે બંને દેશો વચ્ચે દ્વિપક્ષી વ્યાપારનું વિસ્તરણ થયું છે અને હાલની કોવિડ-19ની પરિસ્થિતિમાં પોસાય તેવા, ઝડપી અને સલામત પરિવહનનો માર્ગ પ્રાપ્ત થયો છે. આ કારણે બંને દેશોના વ્યાપારી સમુદાયને તેનો લાભ મળશે તથા બંને પ્રદેશોને પર્યાવરણને લાભ થશે.”

અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન અંગેઃ

અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન એ વૈશ્વિક વિવિધિકરણ ધરાવતા અદાણી ગ્રુપનો એક હિસ્સો તથા ભારતની સૌથી મોટી સુસંકલિત લોજીસ્ટીકસ કંપની છે. બે દાયકા કરતાં ઓછા સમયમાં આ કંપનીએ પોર્ટસ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને લોજીસ્ટીક્સ સર્વિસીસ ક્ષેત્રે નોંધપાત્ર હાજરીનું નિર્માણ કર્યું છે. અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન 11 વ્યૂહાત્મક સ્થળોએ પોર્ટસ અને ટર્મિનલ્સ ધરાવે છે, જેમાં ગુજરાતમાં મુંદ્રા, દહેજ, કંડલા અને હજીરા, ઓડીશામાં ધામરા, ગોવામાં માર્મુ  ગોવા, આંધ્ર પ્રદેશમાં વિશાખાપટ્ટનમ અને કટ્ટુ પલ્લી તથા ચેન્નાઈમાં એનરોન દેશની કુલ પોર્ટસ કેપેસિટીના 24 ટકા હિસ્સાનું પ્રતિનિધિત્વ કરે છે અને દરિયાકાંઠેથી તથા વ્યાપર હીન્ટરલેન્ડમાંથી મોટા જથ્થામાં માલ-સામાનની હેરફેર કરે છે. કંપની કેરાલામાં વિઝીનજામ ખાતે ટ્રાન્સશીપમેન્ટ પોર્ટ અને મ્યાનમારમાં કન્ટેનર ટર્મિનલ વિકસાવી રહી છે. 

Maa Ashapura News

YouTube : maa news live

Android app : maa news live

Twitter : @JaymalsinhB

Facebook : maa news live page / group

Instagram : maanewslive_insta

Dailyhunt : kutch maa news live

Email : jaymalsinhjadeja@gmail.com

Website : maashapuranewslive.com

Whatsapp : 97252 06123 / 27

94287 48643

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *