કાશીના ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમનો PM મોદીએ કર્યો શિલાન્યાસ

Contact News Publisher

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાશીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ કર્યો છે . તેમની સાથે વારાણસી પહોંચેલા સીએમ યોગી પણ હાજર રહ્યા હતા. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કાશીની આ મુલાકાતને સુવર્ણ અધ્યાય ગણાવી હતી. આ દરમિયાન પીએમ મોદીએ લગભગ 451 કરોડ રૂપિયાના ખર્ચે બનેલ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે વડાપ્રધાને કહ્યું કે આ સ્ટેડિયમ માત્ર વારાણસીના યુવાનો માટે જ નહીં પરંતુ પૂર્વાંચલના યુવાનો માટે પણ વરદાન રૂપ સાબિત થશે. જ્યારે આ સ્ટેડિયમ તૈયાર થશે ત્યારે એક સાથે 30 હજારથી વધુ લોકો બેસીને મેચ જોઈ શકશે. આ સ્ટેડિયમનું આર્કિટેક્ચર ભગવાન શિવથી પ્રેરણા લઈને બનાવવામાં આવ્યું છે જેમાં અર્ધચંદ્રાકાર આકારનું છત આવરણ, ત્રિશૂળ આકારની ફ્લડ લાઇટ્સ અને ઘાટ જેવી બેઠક વ્યવસ્થા જેવી ડિઝાઇનો પણ  છે. આ ઉપરાંત તેઓ સાંસ્કૃતિક મહોત્સવ 2023ના સમાપન અને ઈનામ વિતરણ સમારોહમાં પણ ભાગ લેશે. તેઓ રૂ. 1,115 કરોડના ખર્ચે 16 નવનિર્મિત અટલ નિવાસી શાળાઓનું પણ ઉદ્ઘાટન કરશે. મુખ્યમંત્રીએ કહ્યું કે આજે ફરી એકવાર વડાપ્રધાન અનેક ભેટો લઈને કાશી આવ્યા છે અને ઉત્તર પ્રદેશમાં બીસીસીઆઈ દ્વારા પ્રથમવાર ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમનું નિર્માણ કાર્ય કરવામાં આવી રહ્યું છે, તેનો આજે શિલાન્યાસ થઈ રહ્યો છે.મુખ્યમંત્રીએ કહ્યું કે આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રાજ્યના તમામ રમતપ્રેમીઓ વતી હાર્દિક સ્વાગત અને અભિનંદન છે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ કાર્યક્રમમાં ઉપસ્થિત રોજર બિન્ની, સચિન તેંડુલકર, સુનીલ ગાવસ્કર, રવિ શાસ્ત્રી, કપિલ દેવ, કરસન ઘાવરી, દિલીપ વેંગસરકર, મદન લાલ, ગુંડપ્પા વિશ્વનાથ, ગોપાલ શર્મા વગેરે  ક્રિકેટરોનું સ્વાગત કર્યું. આ કાર્યક્રમમાં BCCI સેક્રેટરી જય શાહ અને ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા હાજર રહ્યા હતા.પીએમ મોદીએ કહ્યું કે આજે હું એવા દિવસે કાશી આવ્યો છું જ્યારે ચંદ્રના શિવશક્તિ બિંદુ પર ભારતના આગમનને એક મહિનો પૂરો થઈ રહ્યો છે. શિવશક્તિનું એક સ્થાન ચંદ્ર પર છે અને બીજું શિવશક્તિનું સ્થાન અહીં કાશીમાં છે. તેમણે કહ્યું કે કાશીમાં આજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે.

Exclusive News