ભચાઉ તાલુકાના બાનીયારી ગામની સીમમાંથી છ લાખની કિમતના વીજ વાયરની ચોરી થતા ચકચાર..

Contact News Publisher

દુધઈ પોલીસ ની ઝડપી કામગીરીને પગલે ૩ આરોપીઓની ગણતરીના કલાકોમાં કરાઈ અટક..
દુધઈ પોલીસે માહિતી આપતા જણાવ્યું હતું કે ભચાઉ તાલુકાના બાનીયારી ગામની સીમ માંથી પાવરગ્રીડ કોર્પોરેશન ની હાઈ ટેન્શન વીજ લાઈનના ટાવરમાં લાગેલા આશરે ૨,૦૦૦ મીટર લાંબી લાઈન પર પથરાયેલા ૬,૦૦,૦૦૦/- રૂપિયા ના વીજ તાર ની ચોરી થયેલ હતી.
જેમાં ત્રણ શકમંદો ની પોલીસે તપાસ આદરી હતી અને ગણતરી ના કલાકો માં જ ત્રણેય આરોપીઓને દુધઈ પોલીસે ઝડપી પાડ્યા હતા.
ચોરી કરેલ વીજ તાર તેમજ બોલેરો જીપ પોલીસે કબજે કર્યા હતા.
વધુ માં પોલીસે માહિતી આપતા જણાવ્યું હતું કે આ ચોરીમાં અંજારના શેખટીંબા વિસ્તારમાંરહેતા જુસબ ઈબ્રાહીમ કુંભાર અને લુણવાના લક્ષ્મણ કાયા કોલી અને રાજેશ સામત કોલી નામના ત્રણ શખ્સોની અટક પણ કરવામાં આવી છે. પોલીસે ત્રણેય ની પુછતાછ હાથ ધરી હતી ત્યાર બાદ વધુ તથ્યો બહાર આવશે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *