ભુજ જીકે અદાણી હોસ્પિટલમાં બાળકીનું મોત

Contact News Publisher

ભારતમાં 2018માં કોઈનું સારવાર વીનાં મોત થાય એ કમનસીબી
ભારત ડીઝીટલ ઈન્ડિયા બને એ પહેલાં સંવેદનશીલ ઈન્ડિયા બને એ જરૂરી.

૧૯૪૭ માં ભારત આઝાદ થયું , આજે ૨૦૧૮ એટલે ૭ દાયકા પછી પણ ભારતમાં કોઈ દર્દીનું સારવારનાં અભાવે મોત થાય તો એ લોકશાહી માટે કલંક સમાન છે.
ગઈ કાલે (બુધવાર , ૧૪ ફેબ્રુઆરી,૨૦૧૮ ) નાં ભુજ તાલુકનાં માધાપર ની એક માસૂમ બાળકી નું મોત થયું , આજે એ બાળકી માત્ર સમાચાર બની ગઈ છે.
ભૂતકાળમાં પણ આવી અનેક સારવારને લઈને બેદરકારી ની ઘટનાઓ ભુજ જીકે અદાણી હોસ્પિટલમાં બની ગઈ છે.પરંતુ શામાટે કોઈ નક્કર પગલાં ભરવામાં નથી આવતાં ? હાલ આવી અનેક સમસ્યાઓ અને બેદરકારી ને સેંકડો ફરિયાદો અદાણી મેનેજમેન્ટ પાસે ગઈ , અને ખુદ ગૌતમ અદાણીનાં ધર્મપત્ની ભુજ જીકે જનરલ હોસ્પિટલમાં રૂબરૂ આવી વિગતો મેળવી , ત્યારે કચ્છી લોકોને આશા બંધાણી હતી કે હવે અદાણી હોસ્પિટલ નું ચિત્રણ શુધરશે, પણ કોઈ જ પરિણામ આવ્યું નહીં .
એક તરફ કચ્છનાં લોક પ્રતિનિધો સાવ મૂંગા થઈ ગયા છે, બીજી તરફ જીકે અદાણી હોસ્પિટલ નો સ્ટાફ અને મેનેજમેન્ટ જાણે સરકાર અને અદાણી ગ્રુપનું નામ બોળવામાં વ્યસ્ત હોય એવું લાગી રહ્યું છે.લાખો નહીં , કરોડો નહીં પણ અબજોની મિલકત સરકારે અદાણી ગૃપને આપી છે ,ત્યારે મોટી જવાબદારી છે અદાણી મેડિકલ કોલેજની કે મળેલી આ જવાબદારી સુપેરે પાર પાડે, આ હોસ્પિટલ માત્ર મેડિકલ વિદ્યાર્થીઓને પેદા કરવા માટે નથી પણ કચ્છમાં પેદા થયેલા લોકો સારવાર થી વંચિત ના રહે તેની માટે પણ છે.
એક સમયનો અટલ મહેલ ગરીબ અને મદયમ વર્ગ માટે નફરતનું ખંડેર ના બની જાય તેની જવાબદારી સરકારની , સ્થાનિક રાજકારણીઓની , સ્થાનિક કચ્છી માડુની , અદાણી મેડિકલ મેનેજમેન્ટ અને સ્ટાફની , અદાણી મેડિકલ સ્ટુડન્ટસની અને કચ્છનાં સ્થાનિક મીડિયાની પણ છે.
– *મા આશાપુરા ન્યુઝ* ,
ભુજ કચ્છ , ભારત.

*94287 48643 વોટ્સએપ* ,
97252 06123 – 37,
72260 06124 – 33,

*Youtube* : maa news live,
*Android app* : maa news.
*Blog* : maanewslive. blogspot. com
*Facebook* : maa news live page */* group
*Twitter* : @jaymalsinhB
*Email : jaymalsinhjadeja@gmail.com*

1 thought on “ભુજ જીકે અદાણી હોસ્પિટલમાં બાળકીનું મોત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *