વિદેશી દંપતી એ ભુજ મહિલા કલ્યાણ કેન્દ્રની દીકરીને દતક લીધી..

Contact News Publisher

મહિલા કલ્યાણ કેન્દ્ર અનેક સરાહનીય કામગીરી કરી રહ્યું છે ત્યારે આજે એક દીકરી વૈદેહીને દતક આપવા માટે નો કાર્યક્રમ ભુજ ખાતે રાખવામાં આવેલ હતો. હોદેદારો એ માહિતી આપતા જણાવ્યું હતું કે ૬ માસ ની દીકરીને આજે વિદેશ થી આવેલ દંપતી દતક લેશે. આ દંપતી ૨જી ઓકટોબર ના રોજ જોવા આવ્યા હતા અને ભારત સરકારના નિયમો મુજબ આ બાળકી માટે વિદેશી દંપતી એ ભારત સરકારમાં અરજી આપી હતી અને ગત તા. ૨૨-૧૨ ના રોજ કોર્ટ તરફ થી મહિલા કલ્યાણ કેન્દ્ર ને કહેવામાં આવ્યું હતું કે આ વિદેશી દંપતીને બાળકી સુપ્રત કરવી. ત્યારબાદ આજે એટલે કે તા. ૨-૧-૧૮ ના રોજ વૈદેહીને તેના હવે પછી ના માતાપિતા ને આપવામાં આવેલ હતી. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News