મુન્દ્રામાં હીટ એન્ડ રન : એક યુવકનું મોત થતા અરેરાટી ફેલાઈ..

Contact News Publisher

પ્રાપ્ત વિગતો અનુસાર મુન્દ્રામાં એક હીટ એન્ડ રન નો કેસ નોંધાયો છે. આ ગમખ્વાર દુર્ઘટનામાં ગત સાંજે ૬:૩૦ કલાકની આસપાસ એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. અંજાર તાલુકાના ચાંદ્રોડા ખાતે રહેતો કરશન મમુ કોલી મોટર સાયકલ લઇ અંજાર હાઈવે પર મહાદેવ હોટલ નજીકથી પસાર થઇ રહ્યો હતો ત્યારે અજાણ્યા ટ્રેલર ચાલકે તેને અડફેટે લેતા ગંભીર રીતે ઘાયલ થયો હતો. ગંભીર ઈજાઓના પગલે કરશનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત બન્યા બાદ તુરંત જ ટ્રેલરચાલક વાહન લઇ નાસી છૂટ્યો હતો. મુન્દ્રા પોલીસે આ બનાવ અંગે ગુન્હો નોંધી તપાસ આદરી છે. અહેવાલ-દિલીપ ગોર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News