નાના પાટેકર : એક અદભુત વ્યક્તિત્વ..

Contact News Publisher

અભિનેતા નાના પાટેકરે 67 વર્ષના થઇ ગયા છે. 1 જાન્યુઆરી 1951માં જન્મેલા નાનાની રિયલ લાઇફ વિશે ઘણા ઓછા લોકો જાણતા હશે. નાના સારા સ્કેચ આર્ટિસ્ટ છે. ફિલ્મોમાં આવ્યા પહેલા નાના રસ્તા પર જેબ્રા ક્રોસિંગ પણ પેઇન્ટ કરી ચુક્યા છે, તેમણે અપ્લાઇડ આર્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યુ છે. નાના પાટેકર પોતાની કમાણીના 90 % દાનમાં આપે છે.
નાના પાટેકર હજુ પણ તેમની માતા સાથે 1 BHK એપાર્ટમેન્ટમાં રહે છે. અમે આ પેકેજમાં તમને નાના પાટેકરના આવા જ રસપ્રદ ફેક્ટ વિશે જણાવી રહ્યાં છીએ.
મરાઠાવાડામાં આત્મહત્યા કરનાર ખેડૂતોના 62 પરિવારોને પરિવાર દીઠ રૂ. 15000નું ઉદાર દાન આપ્યુ હતું, નાના પાટેકરે 112 ખેડૂતોના પરિવારની મુલાકાત પણ લીધી હતી.
નાના પાટેકરની સંસ્થા નાગપુર, લાતુર, હિંગોલી, પરબાની, નાંદેડ, ઔરંગાબાદ જેવા 700થી વધુ વિસ્તારમાં જોડાવાની યોજના બનાવી રહી છે.
નાના પાટેકરની સંસ્થા અત્યાર સુધી 22 કરોડ રૂપિયા ભેગા કરવામાં સફળ રહી છે. આ સંસ્થાનો મુખ્ય હેતુ ખેડૂત અને તેમના પરિવારોને સુરક્ષિત પીવાના પાણીની સુવિધા આપવા માટે સુકા તળાવો અને નદીઓ ભરવાનું છે.
નાના પાટેકરે પ્રહાર ફિલ્મ માટે ત્રણ વર્ષ સુધી લશ્કરમાં કડક તાલીમ લીધી હતી, તેને '90 ના દાયકામાં કેપ્ટનનું માનદ્ રેન્ક આપવામાં આવ્યું હતું. તે ફિલ્મના અંતિમ શોટ પછી પણ, તેમણે કારગીલ યુદ્ધ દરમ્યાન એક કાર્ય સહિત લશ્કરને તેમની સેવાઓ આપી હતી.
નાના પાટેકર ફાઉન્ડેશનને એક સારો પ્રતિસાદ મળ્યો હતો. ફાઉન્ડેશને એક જ દિવસમાં 80 લાખ રૂપિયા એકત્રિત કર્યા હતા. આજે જ્યારે લોકો કોઇ સંગઠનની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવે છે ત્યારે નાના પાટેકર તથા અન્ય સ્થાપકો માટે જીત છે. અભિનેતા નાના પાટેકર વ્યક્તિગત રીતે ખેડૂતોની વિધવાઓ પાસે ગયા અને તેમણે ચેક સોપ્યો હતો. લાતૂર, મરાઠાવાડામાં એક નાના હોલમાં જ્યારે 5 મિનિટ માટે લાઇટ જતી રહી ત્યારે લોકો એ તેમના ફોન પર ફ્લેશ લાઈટ ચાલુ કરી દીધી હતી જેથી નાના પાટેકર ચેક નું વિતરણ કરી શકે.
નાના પાટેકરે એક વખત મીડિયાને જણાવ્યુ હતું, 'મરતે દમ તક જીને કી વજહ મીલ ગઇ હે મુઝે'..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *