RTO તંત્ર સફાળું જાગ્યું ને આદરી સ્કુલ બસોની તપાસ..

Contact News Publisher

'ચમત્કાર વિના નમસ્કાર નહિ' એ કહેવત કદાચ અહી સાચી ઠરે તો નવાઈ નહિ. જયારે કોઈ દુર્ઘટના સર્જાય ત્યારે જ તંત્ર જાગતું હોય છે એ એક હકીકત છે. આજે RTO તંત્ર દ્વારા ભુજ ખાતે ની શાળાની બસોની તપાસ આદરવામાં આવી હતી. ભુજ ની ચાણક્ય થી લઇ ને સંસ્કાર તેમજ અન્ય શાળા ઓની બસોની તપાસ કરવામાં આવી હતી. બસોની ફિઝીકલ ફીટનેશ, મેડીકલ કીટ, જાળી વગેરે વસ્તુઓ છે કે નહિ તે ખાસ જોવામાં આવ્યું હતું તો અમુક શાળા માં ઘણી બધી બાબતોની ખામી પણ જોવા મળી હતી. તો અમુક શાળામાં ગાઈડલાઈન્સ મુજબ કઈ પણ પાલન નથી તેવું પણ જણાઈ આવ્યું હતું. RTO ઇન્સ્પેકટરે શાળાઓને એક સપ્તાહનો સમય આપ્યો હતો અને જણાવ્યું હતું કે જલ્દી બાકી રહેલી ત્રુટીઓ દુર કરે. ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉં એક દુર્ઘટના ઘટી હતી જેના સંદર્ભે આ ચેકિંગ હાથ ધરાઈ હોય તેવું લોકો ચર્ચી રહ્યા છે. તો અમુક બુદ્ધિજીવીઓમાં એ પણ ચર્ચા હતી કે ખરેખર આવી ચેકિંગ થોડા થોડા સમયના અંતરાલમાં થવી જોઈએ જેથી ખરેખર નિયમોનું પાલન થાય અને અકસ્માતોને નિવારી શકાય. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News