પૂર્વ કચ્છ LCB એ ગાંધીધામ પાસે થી ૩.૪૨ લાખનો દારૂ ઝડપી પાડ્યો..

Contact News Publisher

LCB પોલીસે માહિતી આપતા જણાવ્યું હતું કે થર્ટી ફર્સ્ટ ની પાર્ટી અન્વયે ગત રાત્રે પૂર્વ કચ્છમાં યોજાયેલી ખાસ ડ્રાઈવ દરમ્યાન ગાંધીધામ LCB એ ૩.૪૨ લાખનો વિદેશી શરાબ નો જથ્થો ઝડપી પાડ્યો હતો. ભચાઉ નેશનલ હાઈવે નંબર ૮ પર જવાહર નગર પાસે રામદેવ વે બ્રીજ પાસે ટાટા એસ મીની ટેમ્પો માંથી આ શરાબ નો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ મીની ટેમ્પો ની તપાસ કરતા તેમાંથી પાર્ટી સ્પેશ્યલ ડીલક્ષ વ્હિસ્કીની બોટલ નંગ ૧૧૪૦ મળી આવી હતી જેની કિ. ૩.૪૨ લાખ છે. તેમજ ટેમ્પો કિ. રૂ. ૧.૫૦ લાખ સહીત ૪.૯૨ લાખના મુદામાલ ને કબજે કરી દરોડા પૂર્વે જ નાશી છેટેલ ડ્રાઈવર તેમજ ટેમ્પો માલિકની શોધખોળ હાથ ધરી છે. અહેવાલ-વિનોદ સાધુ ભચાઉ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News