ભીરંડિયારા થી વીક્રી ગામ તરફના રસ્તે જોવા મળી ૨૭ ગાયોની લાશ..

Contact News Publisher

ભારત દેશમાં ગાયને માતાનો દરજ્જો અપાય છે. અહી ઘણા ગૌભકતો પણ છે જેમાંથી ઘણા ગૌમાતાની સેવાની ફરજ બજાવે છે અને અમુક ખાલી વાતો પણ કરે છે. આજે જ મા ન્યુઝ સામે એક એવો કિસ્સો આવ્યો જેનાથી દરેકનું હૃદય દ્રવી ઉઠે, કંપી ઉઠે. જેને સૌ લોકો માતા કહે છે તેની આવી હાલત નજરે જોતા દરેકની આંખે પાણી આવી જાય. વાત છે સફેદ રણ તરફ જતા રસ્તા પર આવતું ગામ ભીરંડિયારા થી થોડી દુર આવેલ ગામ વિક્રી ની. જાગૃત નાગરિક એવા શંભુભાઈ એ માહિતી આપતા જણાવ્યું હતું કે લોરીયા ચેક પોસ્ટ થી આગળ રબારી સમાજના ગોગા મહારાજનું મંદિર આવેલ છે તેની પાસે અહી કેટલીયે ગાયો મરેલી હાલતમાં પડી છે જેમાંથી અમુક ગાયો ની લાશ તેમજ અમુકના હાડપીંજર અહી પડેલા જોવા મળી રહ્યા છે અને કોઈ ને તસ્દી લેવાનો પણ સમય નથી કા તો આ બધું છેલ્લા એક માસ થી નજરઅંદાજ કરવામાં આવી રહ્યું છે. સત્ય જે હોય તે પણ અહી ના માલધારી એ મા આશાપુરા ન્યુઝ સાથે વાત કરી હતી અને જણાવ્યું હતું કે છેલ્લા એક માસ થી અહી ૨૭ ગાયો મારી ગઈ છે. માલધારી એ ડોક્ટર ને પણ બોલાવ્યા અને દવા પણ આપી પણ એનાથી કઈ ફર્ક પડ્યો નહી ને ગાયો નો મારવાનો સિલસિલો ચાલુ જ રહ્યો. અહી ના પાંજરાપોળના ટ્રસ્ટીઓ ને પણ આ કરુણ ઘટના અંગે જાણ છે કે કેમ? એ એક પ્રશ્ન સમાન બાબત છે. પરંતુ માલધારી એ ટ્રસ્ટી પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે અમે આ ઘટના વિશે તેમને જાણ કરી છે પરંતુ તેમણે અમને સરખો જવાબ નથી આપ્યો. હવે આ બધા વચ્ચે સરેરાસ રોજ એક ગાયનું મોત નીપજી રહ્યું છે જે એક અત્યંત ગંભીર બાબત ઘણી શકાય તેમ છે. હવે અગાળ કોઈ ગૌ સેવક કે તંત્ર આ તરફ ધ્યાન દોરી ને ઘટતું કરે તો ગૌમાંતાનો જીવ બચી શકે તેમ છે અને આ સમુહમાં મૃત્યુ પામેલ ગાયો પાછળ શું રહસ્ય છે બહાર આવી શકે.

1 thought on “ભીરંડિયારા થી વીક્રી ગામ તરફના રસ્તે જોવા મળી ૨૭ ગાયોની લાશ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *