ઓનલાઈન ટુર પેકેજ આપતી કંપની સામે નોંધાઈ છેતરપીંડી ની ફરીયાદ..

Contact News Publisher

ઓનલાઈન છેતરપીંડીના કિસ્સાઓ અવારનવાર પ્રકાશમાં આવતા જ હોય છે ત્યારે હાલમાં જ એક એવો કિસ્સો ભુજ ખાતે નોંધાયો છે. કર્નાટક થી પોતાના ફેમીલી સાથે ગુજરાતના પ્રવાસે આવેલ મહોનેશે ભુજ ખાતેના એ-ડિવીઝન પોલીસ મથકે હોમ શુભ યાત્રા વિરુધ છેતરપીંડીની ફરીયાદ નોંધાવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર મહોનેશે ગુજરાતની ૧૦ દિવસની ટુર માટે ટુર કંપની એવી હોમ શુભ યાત્રા માંથી પેકેજ કરાવ્યું હતું. જેમાં મહોનેશના કહેવા મુજબ તેમની વચ્ચે એવા કરાર થયા હતા કે તેમને બધી જગ્યા એ રહેવા માટે ની પુરતી સગવડો આપશે. પરંતુ એનાથી વિપરીત જ કૈક ઘટી રહ્યું છે. મહોનેશે વધુ માં કહ્યું હતું કે અમારી સાથે ગુજરાત માં આવ્યા ત્યાર થી આવું થઇ રહ્યું છે અને ટુર કંપની છેતરપીંડી પર છેતરપીંડી કરી રહી છે. પ્રથમ જામનગર ત્યારબાદ અમદાવાદ અને હાલ કચ્છ ખાતે અમે છેતરપીંડીનો ભોગ બન્યા છીએ. કંપનીએ હોટેલનો સમગ્ર ખર્ચ આપવાની વાત કરી હતી જયારે કંપની એ માત્ર અડધો ખર્ચ જ આપ્યો હતો. કર્નાટક થી આવેલ આ પરીવારે ભુજ એ-ડિવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી ને ન્યાયની માંગણી કરી હતી. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *