આઠ માસથી નાસ્તો ફરતો ચીટીંગ કેસનો આરોપી ભુજ એ-ડિવીઝન પોલીસે પકડી પાડ્યો..

Contact News Publisher

ભુજ શહેર એ-ડિવીઝન પોલીસ મથકે આઠ માસ અગાઉ છેતરપીંડી નો એક ગુન્હો દાખલ થયેલ હતો અને જેનો આરોપી આજ સુધી ફરાર હતો. પોલીસે તેને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા પરંતુ આરોપી કોઈ રીતે પોલીસ થી બચી જવામાં સફળ થયો હતો. આજ રોજ ભુજ એ-ડિવીઝન પોલીસને બાતમી મળેલી કે નાસતો ફરતો આરોપી અલ્પેશ શંકરલાલ શાહ રહે. જૂનાવાસ માધાપર વાળો તેના રહેણાંક મકાને આવેલ છે અને ત્યાં તપાસ કરતા આરોપી અલ્પેશ મળી આવેલ હોઈ આ ગુન્હા સબબ તેની પુછપરછ કરતા તેણે કબુલ્યું હતું કે તેના પર આઠ માસ અગાઉ ચીટીંગની ફરિયાદ ભુજ એ-ડિવીઝન પોલીસ મથેકે નોંધાઈ હતી. આ નાસતો ફરતો આરોપી અલ્પેશ શંકરલાલ શાહ ની અટક કરી ભુજ શહેર એ-ડિવીઝન પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *