*હું ઈશ્વરનાં નામે સોંગદ લઉં છું : શપથવિધિ માત્ર ઔપચારિક ?*

Contact News Publisher

ભારત વિશ્વનો સૌથી મોટી લોકશાહીને અનુસરતો દેશ છે , વિશ્વનાં દરેક દેશ કરતાં પણ મોટું બંધારણ પણ ભારત દેશ પાસે છે . ત્યારે જો કોઈ ભારતીય નાગરિક કે લોક પ્રતિનિધિ ભારતનાં બંધારણ ને અનુસરે તો સાચા અર્થમાં દેશ એક આદર્શ રાષ્ટ્ર તરીકે વિશ્વમાં સ્થાન મેળવે તેમજ ભ્રષ્ટાચાર સહિતની અનેક સમસ્યાઓ માંથી ભારત અને ભારતીયો મુક્ત થઈ શકે છે , પણ થાય છે એવું કે ઔપચારિકતા સિવાય કંઈજ જોવા મળતું નથી .

વાત કરીએ ગુજરાત વિધાનસભાની ૨૦૧૭ સરકારની શપથવિધિની તો પહેલી નજરે શપથવિધિનાં એક એક શબ્દને સાંભળવો ગમે પણ અંદર એક ઊંડાણમાં ખચકાટ પણ થાય કે શું આપણાં લોક પ્રતિનિધિઓ લીધેલી શપથવિધિ ને એનાં દરેક શબ્દને અનુસરશે ? 

આજે ૨૬.૧૨.૨૦૧૭ મંગળવારે ગાંધીનગર ખાતે વિધાનસભા ભવનમાં લોકો દ્વારા ચૂંટાયેલા ભાજપનાં ધારાસભ્યોએ કેબિનેટ મંત્રી , રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા હતા , શપથવિધિનું જીવંત પર મા આશાપુરા ન્યુઝ દ્વારા કરવામાં આવ્યું હતું , શપથવિધિ ચાલુ હતી ત્યારે સહેજે સાંભળવાની ઈચ્છા થઈ કે આપણાં અઅઅ નેતાજીઓ શું શપથ લઈ રહ્યા છે , આગળની વાત કરીએ એ પહેલાં જોઈએ શપથવિધિ ના શબ્દો : *" હું …….. ઈશ્વરનાં નામે સોંગદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતનાં સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ , હું ભારતનાં સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ અને હું ગુજરાત રાજ્યનાં (મંત્રી / રાજ્યકક્ષાના મંત્રી ) તરીકેનાં મારાં કર્તવ્યો શ્રધ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ. અને ભય કે પક્ષપાત, રાગ કે દ્વેષ વિના તમામ લોકો સાથે સંવિધાન અને કાયદા અનુસાર ન્યાયપૂર્વક વર્તીશ . હું …….. ઈશ્વરનાં નામે સોંગદ લઉં છું કે હું ગુજરાતનાં ( મંત્રી / રાજયકક્ષાના મંત્રી ) તરીકે જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે અથવા મારાં જાણવામાં આવશે તેની જાણ એવાં ( મંત્રી / રાજ્યકક્ષાના મંત્રી ) તરીકેનાં મારાં કર્તવ્યોના યોગ્ય પાલન માટે આવશ્યક હોય તે સિવાય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈપણ વ્યક્તિ કે વ્યક્તિઓને કરીશ નહીં , તેની અથવા તેમની આગળ તેને પ્રગટ કરીશ નહીં.  "*

જોયું ને મિત્રો કેવા સરસ શબ્દો ઉપયોગમાં લેવાયા છે શપથવિધિમાં , પણ આ શબ્દો માત્ર ઔપચારિક ન બનીને સાચા અર્થમાં ચરિતાર્થ થાય તો એક સાચા સુશાસનની શરૂઆત થઈ શકે છે. *ચાલો આશા રાખીએ આપણાં દ્વારા ચૂંટાયેલા લોકપ્રતિનિધીઓ આ ફેરે ઈશ્વરનાં ખોટાં સોંગદ નહીં ખાધા હોય.*

જતે જતે કચ્છની વાત કરીએ તો આ ફેરે પણ કચ્છને માત્ર રાજી કરાયા છે , *કેબિનેટમાં કચ્છને સ્થાન ન આપીને ફરી અન્યાય થયો , જવાદો આ તો કચ્છની ખમીરવંતી પ્રજા અને અડીખમ નેતા એટલે બધું ચાલે..*

અંતમાં કચ્છમાં હજુ ઘણું કાર્ય કરવાનું બાકી છે ત્યારે પ્રજાએ પણ આ ફેરે વિરોધપક્ષને પણ મજબૂત બનાવ્યો છે તો *કોંગ્રેસ પણ ગુજરાત વિધાનસભાની ખબર લે અને પ્રજાનાં પ્રશ્નોને વાચા આપે એવી હાર્દિક અપેક્ષાઓ..*

*- જામ જયમલસિંહ એ.બી.જાડેજા.*
*મા આશાપુરા ન્યુઝ.*
ભુજ કચ્છ , ભારત.

*૯૪૨૮૭૪૮૬૪૩ વોટ્સએપ.*
*૯૭૨૫૨૦૬૧૨૩ -૩૭.*
*૭૨૨૬૦૦૬૧૨૪ -૩૩.*

*Youtube : maa news live*.
*Android app : maa news*.
*Facebook: maa news live page*.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *