ભચાઉ પાસે અકસ્માતમાં એક શખ્સની હાલત ગંભીર..

Contact News Publisher

મૂળ પંચમહાલના અને હાલે ભચાઉ ખાતેના રહેતા એક પરિવારના મોભી નું ભચાઉ ખાતે રોડ અકસ્માત થતા તેમની હાલત હાલ ગંભીર જણાઈ રહી છે. જાણવા મળતી માહિતી અનુસાર ગત રાત્રે આ શખ્સનું એક્સીડેન્ટ થયું હતું જેમાં તેને ગંભીર પ્રકારની ઈજાઓ થવા પામી હતી અને જેથી એને ૧૦૮ મારફતે ભુજ ખાતે ની જી.કે. જનરલ હોસ્પીટલ ખાતે રાત્રે ૧૨ વાગ્યા આસપાસ લઇ અવાયા હતા. તેના પરિવારમાં ૩ બાળકો છે અને આ શખ્સને પગમાં ફ્રેકચર થયું હોવાથી ૧૫ દિવસથી વધુ સારવાર ચાલવાની હોવાથી બાળકોની જવાબદારી હાલ ભુજ ની સંસ્થા માનવજ્યોતે સંભાળી હતી અને બાળકોને મહિલા આશ્રમમાં મુકાયા હતા. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *