અમદાવાદના 350, સુરતમાં 70થી વધુ…, રાજ્યભરમાં સ્પાની આડમાં ચાલતા ગોરખધંધા પર પોલીસની તવાઇ

Contact News Publisher

ગુજરાતમાં અનેક સ્થળો પર સ્પાની આડમાં ચાલતા ગોરખધંધા પર પોલીસે તવાઈ બોલાવી છે. વાત જાણે એમ છે કે, ગુજરાતની અલગ-અલગ પોલીસની ટીમોએ સ્પા સેન્ટરોમાં દરોડા પાડ્યા હતા. મહત્વનું છે કે, પોલીસ અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા ગુજરાતના શહેરોમાં અનૈતિકતા 800થી વધુ ઠેકાણાઓ પર કાર્યવાહી કરવામાં આવી છે. આ તરફ રાજ્ય વ્યાપી સ્પા સેન્ટોરોમાં પોલીસના દરોડા વચ્ચે અમદાવાદમાં 10 PI-56 PSIની બદલીનો આદેશ પણ કરવામાં આવ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 851 સ્પા સેન્ટર પર પોલીસના દરોડા પડ્યા છે. દરોડા પાડીને પોલીસે અત્યાર સુધી 105 લોકોને ઝડપ્યા છે. આ સાથે રાજ્યભરના વિવિધ પોલીસ સ્ટેશનમાં 103 ગુના નોંધાયા છે. મહત્વનું છે કે, ગૃહરાજ્ય મંત્રીના આદેશ બાદ રાજ્યભરમાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે.

Exclusive News