ભુજ શહેર માંથી બી-ડિવીઝન પોલીસે જુગાર રમાડવાનો ગોરખધંધો પકડી પાડ્યો..

Contact News Publisher

ભુજ શહેર બી-ડિવીઝન પોલીસે માહિતી આપતા જણાવ્યું હતું કે તેમને મળેલી બાતમીને આધારે ભુજ ના શેખ ફળીયામાં તીનપતીનો હારજીત નો જુગાર પકડી પાડ્યો છે. આરોપી હનીફ જુમા ગગડા રહે. શેખ ફળીયા, ભુજ વાળો પોતાના ઘરે ગેરકાયદેસર રીતે ગંજીપાના વડે તીનપતીનો પૈસાની હારજીતનો જુગાર રમાડવા માટે (૧) ઉમેદસિંહ બહાદુરસિંહ જાડેજા ઉ.વ. ૪૨, રહે. ભુજ, (૨) મિરાઝ અર્શદ મેમણ ઉ.વ. ૨૭, ભુજ, (૩) રમજુ સાલેમામદ સમેજા ઉ.વ. ૫૪ રહે. ભુજ અને (૪) મેરુ દેસર ચૌહાણ ઉ.વ. ૪૦ રહે. ભુજ વાળાને બોલાવીને જુગાર રમતા હતા. આ રેઇડ દરમ્યાન રોકડા રૂ. ૧૫,૪૦૦/-, બે મોબાઈલ ફોન કિ.રૂ. ૩,૦૦૦/- સાથે કુલ મુદામાલ ૧૮,૪૦૦ સાથે પકડી પાડી ગુન્હો નોંધ્યો હતો. રેઇડ દરમ્યાન હનીફ જુમા ગગડા હાજર નહોતો મળી આવ્યો. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *