ત્રણ તલાક દેનારણને થશે ત્રણ વરસની જેલ..

Contact News Publisher

મુસ્લિમ મહિલાઓ ના હિતમાં વિધેયકને મળી કેબીનેટની મંજુરી. દેશની મુસ્લિમ મહિલાઓના હિતમાં એક મહત્વનો ફેસલો લેતી કેન્દ્રીય પ્રધાન મંડળે શુક્રવારે તરત ટ્રીપલ તલાકની પ્રથાને અપરાધ ગણતા ૨૦૧૭ના મુસ્લિમ મહિલા લગ્નના અધિકારોનું રક્ષણ વિધેયકને મંજુરી આપી દીધી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને મળેલી કેબીનેટની બેઠકમાં ટ્રીપલ તલાક વિધેયકને બહાલી આપી દેવાઈ હતી. તો આ વિધેયકને શિયાળુ સત્ર માં જ મંજુર કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ભોગ બનનાર મુસ્લિમ મહિલા પોતાના બાળકો માટે હવે ભરણ પોષણ મેળવવા કોર્ટના દરવાજા ખટકાવી શકશે. ત્યારે આ જોગવાઈ માં ત્રણ વર્ષ સુધી જેલની સજા પણ થઇ શકે છે. અહેવાલ-દિલીપ ગોર માંડવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News