માતાના મઢ ખાતે ૪ યુવક-યુવતીઓએ ઝેરી દવા પી લેતા ચકચાર..

Contact News Publisher

જાણવા મળતી વિગતો અનુસાર મોરબી ના ૪ યુવક-યુવતીઓએ ગત રાતે ૯:૩૦ કલાકે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. આ ઘટનામાં આ ચારેયને ભુજ ખાતે જી.કે. જનરલ ખાતે લઇ આવતા એમાંથી એક મનીષા હસમુખભાઈ વિકાણી ઉ.વ. ૧૪ રહે. વાંકાનેર-મોરબી વાળી ભાનમાં હોતા તેણે જણાવેલ કે મને દવાની વાસથી ચક્કર આવી ગયા હતા અને બાકીના ૩ એટલે કે કોમલ મનસુખ વિકાણી ઉ.વ. ૧૮ રહે. વાંકાનેર-મોરબી, વિજય જયંતીલાલ સોલંકી ઉ.વ. ૨૦ ગઢણ-મોરબી અને હેતલબેન મનસુખ વિકાણી નાઓએ ઝેરી દવા પીધી હતી. જેમની પ્રાથમિક સારવાર દયાપર CHC ખાતે આપીને વધુ સારવાર અર્થે ભુજ ખાતે ની જી.કે. જનરલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ ચારેય યુવક યુવતી એ શા કારણોસર ઝેરી દવા પીધી એ હજુ સુધી ખુલવા નથી પામ્યું. વધુ તથ્યો પોલીસ તપાસ બાદ જ બહાર આવશે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *