સભા-સરઘસ પરવાનગી સિવાય નહીં યોજી શકાયઃ

Contact News Publisher

વિધાનસભા સામાન્‍ય ચુંટણી-૨૦૧૭ માટેની આદર્શ આચારસંહિતા અમલમાં છે અને તા.૧૮/૧૨/૨૦૧૭ના રોજ મત ગણતરી થનાર છે. જે સંદર્ભે ચુંટણી ઉમેદવારો, પક્ષના કાર્યકરો દ્વારા સભા, સરઘસ, રેલી વગેરેનું આયોજન થશે. આ સભા, સરઘસ વ્‍યસ્‍થિત રીતે યોજાય અને કાયદો અને વ્‍યવસ્‍થા જળવાઇ રહે તથા જાહેર સુલેહ શાંતિ જાળવવા તથા જાહેર વ્‍યવસ્‍થા જાળવવાના હેતુસર કચ્‍છમાં પરવાનગી લીધા સિવાય તેમાં કોઇ વ્‍યકિતઓની મંડળી અને સભા/સરઘસ ન યોજાય તે માટે જિલ્‍લામાં રાત્રિના ૧૦ વાગ્‍યા પછી કોઇ વ્‍યકિતોઓની મંડળી અને સભા/સરઘસ ન યોજાય તે માટે અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ પી.આર.જોશી એ જાહેરનામું બહાર પાડયું છે.

આ જાહેરનામા મુજબ તા.૧૫/૧૨/૨૦૧૭ થી તા.૨૦/૧૨/૨૦૧૭ સુધી કચ્‍છ જિલ્‍લામાં વ્‍યકિતઓની કોઇ મંડળી, સભા અને સરઘસ પરવાનગી સિવાય ભરવા માટે મનાઇ ફરમાવું છું. રાત્રિના ૧૦ વાગ્‍યા પછી મંડળી, સભા અને સરઘસ પરવાનગી સિવાય ભરવા માટે તથા રાત્રિના ૧૦ વાગ્‍યા પછી મંડળી, સભા અને સરઘસની પરવાનગી નહીં આપવા જાહેરનામા દ્વારા જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *