ભાગ્યે જ જોવા મળતો કેસ! ગળામાં ચાકુ ખૂંપેલી હાલતમાં હોસ્પિટલ લવાયેલા શખ્સને જટિલ સર્જરી બાદ નવજીવન

Contact News Publisher

નાના ચિલોડા વિસ્તારમાં રહેતા અને માનસિક બીમારીથી ત્રસ્ત 57 વર્ષીય વિનોદભાઇ પટની એ ગળા નાં ભાગે ચાકુ ઘુસાડી આત્મહત્યા નો પ્રયાસ કર્યો. જેથી સઘન સારવાર માટે તાત્કાલીક તેઓને  સિવિલ હોસ્પીટલમા ખસેડવામાં આવ્યા. 108 એમ્બ્યુલન્સ દ્વારા તેઓને સિવિલ હોસ્પીટલ, અમદાવાદમાં લાવવામાં આવ્યા ત્યારે તેઓ ભાનમાં હતા અને  ચાકુનો ધારવાળો ભાગ તેમના ગળામાં જ ખૂપેલો હતો તથા ચાકુનું હેન્ડલ બહાર દેખાતુ હતુ. પરિવારજનોનાં કહેવા મુજબ આ સમય દરમ્યાન ઘણું બધુ લોહી વહી ગયું હતું.

સિવિલ હોસ્પીટલ પહોંચતાં જ તેમને તાત્કાલીક સારવાર આપવામાં આવી. સોનોગ્રાફી કરતાં ચાકુની આગળનો અણી વાળો ભાગ ગળાની મુખ્ય ધમનીની ઉપર જ હતો. વધારે સમય આ પરિસ્થિતીમાં દર્દીને રાખવુ ખૂબ જ જોખમ ભરેલું હતુ.  થોડી પણ હલન ચલન થાય અને ચાકુની ધાર થી ગળાની મુખ્ય ધોરી નસ કપાઈ જાય તો દર્દીને બચાવવું મુશ્કેલ બની જાય. આથી તરત જ તેમને  ઓપરેશન થીયેટર માં લઇ જવામાં  આવ્યા. એનેસ્થેસીયા વિભાગના ડૉ. શ્વેતા જાની  તથા ડૉ.શીતલ ચોધરીની ટીમે ફ્લેક્સીબલ લેરીગોસ્કોપની મદદથી ગળામાં ટયુબ નાખી અને બેહોશ કરવામાં આવ્યા. દર્દી ને બ્લડપ્રેશર ,ડાયાબીટીશ , બાયપાસ , ઓબેસીટી જેવી હઠીલી બીમારીઓ હોઇ  બેભાન કરવું પણ ખૂબ જ પડકારજનક હતું.