અમદાવાદ-જામનગર વંદે ભારત હવેથી સુરત સુધી દોડશે, રેલવે રાજ્યમંત્રીએ આપી જાણકારી

Contact News Publisher

PM મોદીએ 24 સપ્ટેમ્બરના રોજ દેશને એકસાથે 9 વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી હતી. દરમ્યાન જામનગરથી અમદાવાદ વચ્ચે પણ વંદે ભારત ટ્રેનને પણ લીલી ઝંડી અપાઇ હતી. ત્યારે હવે આ વંદે ભારત ટ્રેનને લઇને મહત્વના સમાચાર સામે આવી રહ્યાં છે. હવેથી અમદાવાદ-જામનગર વચ્ચે દોડતી વંદે ભારત ટ્રેનને છેક સુરતના ઉધના સુધી લંબાવાઇ છે. ત્યારે જામનગરથી સુરત જનારા મુસાફરોને હવે સુરત જવામાં તકલીફ નહીં પડે. આ અંગે રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોશે ટ્વિટ કરીને માહિતી આપી છે.

ઉલ્લેખનીય છે કે, 24 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન મોદીએ દેશને વધુ 9 વંદે ભારત ટ્રેનની ભેટ અર્પણ કરી હતી. એવામાં આ 9 ટ્રેન શરૂ થતા ભારતમાં વંદે ભારત ટ્રેનની સંખ્યા વધીને 33 થઇ ગઇ હતી. ત્યારે આ 9 વંદે ભારત ટ્રેનમાં જામનગર- અમદાવાદ, હૈદરાબાદ-બેંગલુર, કાસરગોડ-તિરૂવનંતપુરમ, જયપુર-ઉદયપુર, પટના-હાવડા, રાંચી-હાવડા, ચેન્નઈ-તિરૂનેલવેલી, પુરી-રાઉરકેલા તથા વિજયવાડા-ચેન્નઈ વચ્ચે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી અપાઇ હતી. ત્યારે ગુજરાતની ત્રીજી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી હતી.

Exclusive News