ગુજરાત હાઈકોર્ટે તથ્ય પટેલને ઝટકો આપ્યો, જામીન અરજી ફગાવી

Contact News Publisher

 ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલની હંગામી જામીન અરજીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, તથ્ય પટેલે વકીલ મારફતે ગુજરાત હાઈકોર્ટમાં તબિયત ખરાબ હોવાને કારણે હંગામી જામીન અરજી કરી હતી. જોકે ગુજરાત હાઇકોર્ટે આ હંગામી જામીન અરજી ફગાવી દીધી છે. નોંધનીય છે કે, અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર તથ્ય પટેલે બેફામ કાર હંકારી 9 લોકોનાં મોત નિપજાવ્યા હતા. ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલે છાતીનો દુ:ખાવો, અનિયમિત હ્રદયના ધબકારાની સારવાર માટે વકીલ દ્વારા હાઇકોર્ટમાં હંગામી જામીન અરજી કરી હતી. તથ્ય પટેલનેખાનગી હોસ્પિટલમાં તથ્યને સારવાર કરાવવી હતી. જોકે સરકારી વકીલે કોર્ટમાં કહ્યું કે, તથ્યનો ECG રિપોર્ટ નોર્મલ છે. આ સાથે હાઇકોર્ટે કહ્યું કે, આજના સમયમાં હ્રદયના અનિયમિત ધબકારા પણ નોર્મલ છે. જેને લઈ હાઇકોર્ટે તથ્ય પટેલની હંગામી જામીન અરજી ફગાવી દીધી છે.