પૂર્વ MLA મુખ્તાર અંસારીને 36 વર્ષ જૂના કેસમાં આજીવન કેદની સજા ફટકારી

Contact News Publisher

ઉત્તર પ્રદેશની બાંદા જેલમાં બંધ માફિયા મુખ્તાર અંસારીને આર્મ્સ એક્ટ કેસમાં આજે આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. વારાણસીની એમપી એમએલએ કોર્ટે મંગળવારે મુખ્તાર અંસારીને 36 વર્ષ જૂના કેસમાં દોષિત ઠેરવ્યો છે. વર્ષ 1987માં ગાઝીપુરમાં ડબલ બેરલ બંદૂકનું લાયસન્સ મેળવતી વખતે જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષકની નકલી સહીઓ કરીને લાઇસન્સ આપવામાં આવ્યું હતું. આ મામલો સામે આવ્યા બાદ પોલીસે ગુનો નોંધ્યો હતો.19 એપ્રિલ 2009નાં કપિલ દેવ સિંહ હત્યાકાંડ અને 24 નવેમ્બર 2009નાં મીર હસન અટેક કેસમાં મુખ્તાર અંસારીની સામે ગેંગસ્ટર કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસે આ બંને મામલામાં મુખ્તાર અંસારીને 120 બી અંતર્ગત કાવતરું રચવાનો આરોપી ગણ્યો હતો.

Exclusive News