આણંદમાં ધોરણ 12ની પરીક્ષામાં માસ કોપી કેસ, કેન્દ્રના 50 કર્મીઓ સસ્પેન્ડ કરાયા

Contact News Publisher

આણંદમાં ધોરણ 12ની પરીક્ષામાં માસ કોપી કેસ  નોધાયો છે. કરમસદની સરદાર પટેલ વિદ્યામંદિર શાળાની ઘટના છે અહી વિદ્યાર્થીઓને કોપી કરાવતા પરીક્ષા કેન્દ્રના 50 કર્મીઓ સસ્પેન્ડ કરી દેવાયા છે. પરીક્ષામાં વિદ્યાર્થીઓને બારીમાંથી જવાબ લખાવ્યા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલો સામે આવતા DEOએ તપાસના આદેશ આપ્યા છે. તાત્કાલીક અસરથી વિદ્યાર્થીઓના હિતમાં  પરીક્ષા કેન્દ્ર રદ્દ કરવામાં આવ્યું છે.  શિક્ષણ રાજ્યમંત્રી પ્રફૂલ પાનસેરિયાએ કહ્યુ છે કે જે કોઈ પણ ઘટનામાં સામેલ હશે તેમની સામે કડક કાર્યવાહી થશે.